એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી

0
7

પટના,તા.૧૧
બિહારની રાજધાની પટણાના પોશ વિસ્તાર કિદવઈપુરીમાં એક જ ઘરમાંથી ત્રણ મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઘરમાં બિઝનેસમેન, તેમની પત્ની અને તેમની દીકરીનો મૃતદેહ લોહી-લુહાણ હાલતમાં મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ અનુસાર પોલીસનું કહેવું છે કે બિઝનેસમેને પહેલા પોતાની પત્ની અને બંને બાળકોને ગોળી મારી દીધી હશે અને છેલ્લે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હશે.
નિશાંત સર્રાફ (૩૭), તેમની પત્ની અલ્કા સર્રાફ (૩૫) અને પુત્રી અન્યા સર્રાફ (નવ) મોતને ભેટ્યા છે. પુત્ર ઈશાંત (ચાર) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જે અત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. હજી તો થોડા દિવસસ પહેલા જ પરિવાર રજાઓ માણીને ઘરે પરત ફર્યો હતો એવામાં આ ઘટનાથી બધાના મગજમાં એક જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે આખરે આ પગલું ભરવા પાછળનું કારણ શું હોઈ શકે?
પટણામાં કપડાના કેટલાક શો રૂમના માલિક નિશાંત સર્રાફના પરીચીતોના મતે તેઓ હસમુખ સ્વભાવના વ્યકિત હતા. તાજેતરમાં જ તેમણે પોતાના નવા શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં તેણે અભિનેત્રી અમીષા પટેલને ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરી હતી. તેમને ઓળખનારું પ્રત્યેક વ્યકિત આ દુર્ઘટનાથી આઘાતમાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY