ભાજપને વોટ આપશે તે પણ પાપમાં ભાગીદાર થશે : બિહારમાં પોસ્ટર લાગ્યા

0
12

હનુમાનની જાતિ મુદ્દે કોંગ્રેસનું ભાજપ સામે પાસ્ટર વાર શરુ
પટના,તા.૨૬
હનુમાનજીની જાતિ અને ધર્મ બતાવવાના મામલે રાજકીય ધમાસાણ તેજ થઈ ગયું છે. હનુમાનને દલિત, જાટ, મસ્લિમ અને ચીની ગણાવવા મામલે કોંગ્રેસ ભાજપ સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. બિહારની રાજધાની પટનાની સડકો પર પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસે કહ્યુ્ં છે કે પહેલા ભાજપના નેતાઓએ હનુમાનને દલિત, પછી જાટ અને પછી ચીની ગણાવ્યા અને હવે ભાજપના એક એમએલસી દ્વારા હનુમાનજીને મસ્લિમ ગણાવવામાં આવ્યા છે. આ મહાપાપ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જે પણ વ્યક્તિ ભાજપને વોટ આપશે, તે પણ પાપમાં ભાગીદાર થશે. કોંગ્રેસના પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ભાજપના નેતાએ મહાપાપ કર્યું છે. દલિત, જાટ, ચીની ગણાવાયા બાદ ભગવાન હનુમાનને મસ્લિમ ગણાવાયા.
ભાજપને વોટ આપનારા થશે પાપના ભાગીદાર. પોસ્ટરમાં હનુમાન ચાલીસાની ચોપાઈ પણ લખેલી છે- દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે. રામ દુઆરે, તુમ રખવારે, હોત ન આજ્ઞા બિન પૈસારે. આ પોસ્ટરમાં હનુમાનની સાથે ભગવાન રામ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના નેતા ઈ. વેંકટેશરમણ, બિહાર કોંગ્રેસના ભૂતપૂર્વ સચિવ સિદ્ધાર્થ ક્ષત્રિયની પણ તસવીર લગાવાયેલી છે.
આ પોસ્ટરમાં ભારતનો નક્શો પણ દેખાઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી હનુમાનની સામે હાથ જાડેલી મુદ્રામાં દેખાઈ રહ્યા છે. તેમાં હનુમાનજી દ્વારા રાહુલ ગાંધીને આશિર્વાદ અપાઈ રહ્યો હોવાનું પણ દેખાઈ રહ્યું છે અને લખવામાં આવ્યું છે કે હવે તેઓ ભાજપના નેતાઓનો અહંકાર નષ્ટ કરશે. આ પોસ્ટરમાં ગંગાજીને એમ કહેતા દર્શાવવામાં આવ્યા છે કે ભાજપના નેતાઓએ તમામ દેવી-દેવતાઓનો વોટ માટે ઉપયોગ કર્યો છે અને હનુમાન આ અપમાનનો ભાજપના નેતાઓ સામે બદલો લેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY