મુંબઈ,તા.૧
લોકપાલ અને ભ્રષ્ટાચાર મુદ્દે બીજી ઓકટોબરથી ભૂખ હડતાળ કરવા માટે વિખ્યાત સમાજસેવક અણ્ણા હઝારે મક્કમ છે. ૨-૧૦-૨૦૧૮થી મહારાષ્ટ્રના રાળેગાંવસિદ્ઘિ ખાતે આંદોલન છેડવાની હઝારેએ ઘોષણા કરી છે. ભારતમાં દાયકાઓથી વ્યાપેલા ભ્રષ્ટાચાર પર લગામ તાણવા લોકપાલ નિયુકત કરવાની માગણીને ધ્યાનમાં રાખીને અણ્ણા હઝારેએ સંયુકત પ્રગતિશીલ યુતિ (યુપીએ) સરકારના સમયે દિલ્હીના રામલીલા મેદાનમાં ઉગ્ર આંદોલન છેડ્યું હતું તેમ જ ભૂખહડતાળ કરી હતી. તેમાં દેશવિદેશમાં ભારતીયો યોગાસનોનો વ્યાપ વધારનાર સ્વામી રામદેવ, સુપરકોપ કિરણ બેદી, જનરલ વી. કે. સિંહ સહિત વિવિધ ક્ષેત્રના દિગ્ગજાએ ભાગ લીધો હતો.
જાકે અત્યારે ગાંધીવાદી હઝારેના સહયોગીઓનું કહેવું છે કે આ લોકો પૈકી મોટાભાગના ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સત્તામાં મહાલે છે. નીડર સુપરકોપ કિરણ બેદી ઉપરાજયપાલ છે, વી. કે. સિંહને પ્રધાનપદું આપવામાં આવ્યું છે તેમ જ બાબા રામદેવ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સઘળા લાભ લઈને પોતાનો ધંધો વિકસાવી અને વધારી રહ્યા છે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



