શત્રુધ્નસિંહાનું પત્તુ કપાશે
ન્યુ દિલ્હી,તા.૧૯
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બિહારમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. એનડીએમાં ઉમેદવારોની જાહેરાત પણ ટૂંક સમયમાં થનાર છે. તાજેતરમાં જ ભાજપ અને જેડીયૂ વચ્ચે બેઠકોની ફાળવણીનો ફોર્મ્યૂલા લગભગ ઘડાઈ ગયો છે. બાકીની કેટલીક બેઠકો પર ચર્ચા-વિચારણાઓ તેજ બની છે. આ બેઠકોમાં એક બેઠક પટના સાહિતની છે.
વર્તમાનમાં પટના સાહિબ બેઠક પરથી ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હા સાંસદ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી શત્રુઘ્ને પોતાની જ પાર્ટી ભાજપ વિરૂદ્ધ શિંગડાં ભરાવ્યાં છે. એવી સ્થિતિ સ્પષ્ટ થઈ ચુકી છે કે, ૨૦૧૯માં પટના સાહિબ બેઠક પરથી શત્રુઘ્ન સિન્હા નહીં લડે. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુંસાર આ બેઠક પરથી સુશીલ કુમાર મોદીને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ શત્રુઘ્ન સિન્હાને કેબિનેટમાં સમાવવામાં આવ્યા નહોતા, જેને લઈને તેમણે જાહેરમાં પોતાની નારાજગી જાહેર કરી હતી. આ ઉપરાંત કોઈ જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમનું નામ સ્ટાર પ્રચારકના રૂપમાં શામેલ કરવામાં આવ્યું નહોતું. ત્યાર બાદ તો સિન્હા રીતસરની ભાજપની સામે જ પડ્યાં હતાં.
છેલ્લા એક વર્ષથી તે ભાજપ વિરૂદ્ધ બોલવાનો એક પણ મોકો છોડતા નથી. જોકે, લોકસભાની ચૂંટણી નજીક હોવા છતાંયે શત્રુઘ્ન સિન્હાએ પણ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી કે તે ભાજપમાંથી ચૂંટણી લડશે કે તેની વિરૂદ્ધ. જોકે, તેમણે આડકતરો ઈશારો જરૂર કર્યો છે કે, તેઓ કોઈ અન્ય પાર્ટીમાં શામેલ થઈ શકે છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી આરજેડી સાથે નીકટતા કેળવી રહ્યાં છે. જેથી શત્રુઘ્ન સિન્હા ૨૦૧૯માં આરજેડી તરફથી મેદાને પડે તેવા સંકેત મળી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




