કાર્યકરોને કારણે નહીં પરંતુ મતદાતાઓના પ્રયાસથી જીત મળી : પ્રિયંકા

0
9

રાયબરેલી,તા.૧૩
યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મતદારોનો આભાર પ્રગટ કરવા માટે રાયબરેલીની મુલાકાત લીધી હતી. લોકસભા ચૂંટણીમાં વિજય બાદ સોનિયા ગાંધીની આ પ્રથમ યાત્રા હતી. પ્રિયંકા ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન માટે પાર્ટી કાર્યકરોની ઝાટકણી કાઢી હતી. પ્રિયંકાએ પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, હું બોલવા નથી માંગતી પરંતુ મારે બોલવું પડે છે કે સોનિયા ગાંધી રાયબરેલીની બેઠક પક્ષના કાર્યકરોને લીધે નહીં પરંતુ મતદાતાઓના પ્રયાસને કારણે જીતી શકિયા છે.
પ્રિયંકા ગાંધીએ મતાદારોને ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે, યુપીએ અધ્યક્ષાને પાંચમાં કાર્યકાળ માટે સંસદમાં મોકલવા માટે તમારો ખૂબ-ખૂબ આભાર. આ રેલીમાં લગભગ ૨,૫૦૦ કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા હતા. પ્રિયંકાએ ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રભારી સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓને ચેતાવણી આપી હતી કે તેઓ તે લોકોને શોધી કાઢે જેમણે પાર્ટીના પક્ષમાં કામ કર્યું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું અહિંયા કોઇ ભાષણ આપવા નથી માંગતી તેમ છતાં મારે બોલવું પડશે, મને સાચી વાત કહેવા દો. હકીકત એ છે કે આ ચૂંટણીમાં સોનિયા ગાંધી અને રાયબરેલીના લોકોને કારણે જીત પ્રાપ્ત થઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY