સુરત,તા.૧૯
જિલ્લાના પલસાણા તાલુકાનાં નિયોલ ગામની સીમમાં નિયોલ-વાંકાનેડા રોડ ઉપર આવેલા તળાવમાં પરવટ પાટિયાથી અલખધામ જવા નીકળેલી એક રિક્ષા તળાવમાં પડતાં એક પાંચ વર્ષનો બાળક તળાવમાં ડૂબી ગયો હતો. જ્યારે ૫ મહિલા અને એક બાળકી અને રિક્ષા ચાલકનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓએ બાળકની શોધ માટે તળાવમાં ઉતર્યા હતાં.
મળતી માહિતી અનુસાર સુરત શહેરના પરવટ પાટિયા વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના ઉદયપુરનું પરિવાર રિક્ષા લઈ પરવટ પાટિયાથી વાયા નિયોલ થઈ ગંગાધરા અલખધામ મંદિરે ભાદરવી નવરાત્રિ ચાલતી હોય રામદેવપીરના દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા. ત્યારે રિક્ષા સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં નિયોલ ગામની સીમમાંથી પસાર થતી હતી. નિયોલ ગામની સીમમાં આવેલ રોડની બાજુના તળાવમાં રિક્ષા ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં રિક્ષા ખાબકતાં રિક્ષામાં બેઠેલી ૫ મહિલા એક બાળકી અને એક બાળક અને રિક્ષા ચાલક તળાવમાં ડૂબવા લાગ્યા હતા. જેથી સ્થાનિકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ પાંચ મહિલા એક બાળકી અને રિક્ષા ચાલકને બચાવી લીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



