બાઇકને અડફેટે લઇ કારચાલક ફરાર, પત્નીનું કરુણ મોત

0
6

રાજકોટ,તા.૨૬
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા પાસે કારે બાઇકને હડફેટે લીધું હતું. જેમાં બાઇક ચાલક પતિ અને પાછળ બેઠેલી તેની પત્ની ફંગોળાયા હતા. જેમાં પતિની નજર સામે જ પત્નીનું મોત થયું હતું અને પતિને ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા. બનાવના પગલે થોડીવાર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જા કે બેકાબૂ કારચાલક પોતાની કાર મુકી નાસી છૂટ્યો હતો. કુવાડવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પીએમ માટે હોÂસ્પટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
વહેલી સવારે કુવાડવા રોડ બંસલ પેટ્રોલ પંપ પાસે બાઈક ચાલક પતિ-પત્નીને કાર ચાલકે હડફેટે લીધા હતા. જેમાં પત્ની દુધીબેન ઓળકિયાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતુ અને તેના પતિ પ્રેમજીભાઇને ઇજા થતા હોસ્ટિપટલે સારવાર આપવામા આવી રહી છે. કાર ચાલકે બાઇકને હડફેટે લીધા પછી તે કાર મુકી ફરાર થઇ ગયો હતો. તેના કાર નં. ય્ત્ન ૧ ઇેં ૮૮૮૭ છે. અમદાવાદ પાસિંગની કાર કોની છે તેની હાલ વિગતો મેળવાઇ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY