પાક નિષ્ફળ જતાં વધુ એક ખેડૂતનો આપઘાત

0
5

કાલાવડ,તા.૨૬
ધ્રોલ પંથકમાં ખરીફ પાક નિષ્ફળ જવાના ભયના કારણે બે ખેડૂતોએ કરેલા આપઘાત બાદ વધુ એક ખેડૂતે પાક નિષ્ફળતાના કારણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર ખેડૂત સમાજમાં શોકનો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ વધુ એક ખેડૂતના આપઘાતને લઇને સરકારની નિતિ-રીતીઓ સામે ખેડૂતોનો રોષ વધુ પ્રબળ બન્યો છે.
રાજ્યભરમાં ખેડૂતોના આપઘાતના વધતા જતાં બનાવો વચ્ચે વધુ એક બનાવનો ઉમેરો થયો છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા બે માસના ગાળા દરમિયાન બે ખેડૂતોએ પાક નિષ્ફળતાના ભયના કારણે આપઘાત કરી લીધા હતાં. જ્યારે દ્વારકા જિલ્લામાં પણ પખવાડીયા પૂર્વે એક ખેડૂતોએ પાક નિષ્ફળતાને લઇને જીવાદોરી ટુંકાવી લીધી હોવાનું સામે આવ્યું હતું. અપર્યાપ્ત વરસાદ અને નજીવા સિંચાઇના સાધનો વચ્ચે ખરીફ પાક નિષ્ફળ જવાને કારણે વધુ એક ખેડૂતે જીવાદોરી ટુંકાવી લીધી હોવાનું સામે આવ્યું છે.
જેની વિગત મુજબ લાલપુર તાલુકાના વાવડી ગામે રહેતા અને ટુંકી ખેતી ધરાવતા રાણાભાઇ રાયદેભાઇ ગાગીયા નામના ખેડૂતે આજે પોતાની વાડી પાસેથી પસાર થતી વીજ કંપનીની મોટી લાઇન સાથે દોરડુ બાંધી લટકી જઇ અંતિમ પગલુ ભરી લીધુ હતું. આ વર્ષે મેઘરાજાએ મહેર નહીં કરતા અને ઓછા વરસાદ વચ્ચે કરેલા વાવેતર બાદ પણ જરૂરી માત્રામાં વરસાદ નહીં થતાં ખરીફ પાક નિષ્ફળ ગયો હતો. પરિવારની જવાબદારી અને પાકની નિષ્ફળતાની ચિંતામાં રહેલા રાણાભાઇએ ગઇકાલે અંતિમ પગલુ ભરી લેતા પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. તો બીજી તરફ વધુ એક ખેડૂતના આપઘાતથી જામનગર સહિત રાજ્યભરના ખેડૂત સમાજમાં ગહેરો શોક વ્યાપી ગયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY