લો બોલો, ડેરી સંચાલકને બંધક બનાવી લૂંટી ગયા ૧૮ ભેંસ!

0
10

લખનઉ,તા.૨૬
રૂપિયા, ઘરેણાં, મોબાઈલની ચોરીના તો કેટલાય કિસ્સા સાંભળ્યા હશે પણ ભેંસ ચોરીનો કિસ્સો તમે ક્્યારેય નહિ સાંભળ્યો હતો. જી હાં, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં હથિયારધારી તત્વોએ એક ડેરીને ટાર્ગેટ બનાવી હતી. ડેરીના સંચાલકને બંધક બનાવીને તેઓ ૧૮ ભેંસને લૂંટી ગયા. સાથે જ એક બાઈક અને મોબાઈલ ફોન પણ લૂંટી ગયા. જણાવી દઈએ કે લૂંટાયેલ આ ભેંસોની કિંમત ૨૦ લાખ જણાવવામાં આવી રહી છે.
જાણકારી મુજબ આ મામલો મુઝફ્ફરનગરના રતનપુર ગામનો છે. પૂર્વ સરપંચ નરેશ કુમારે જણાવ્યું કે ગામ રાર્ધના રોડ પર તેમના મોટા ભાઈ સતબીની દૂધની ડેરી છે. જેમાં ૨ ડઝનથી વધુ ભેંસ અને ગાય છે. બુધવારે રાત્રે નરેશ કુમાર પોતાના મોટાભાઈ સતબીર સિંહ અને પુત્ર મોહિતની સાથે ડેરીમાં જ સૂઈ ગયા હતા. મોડી રાત્રે ૧૨ વાગ્યે ૬ જેટલા હથિયારધારી શખ્સો ડેરીમાં ઘૂસી આવ્યા હતા.
બદમાશોએ ઊંઘી રહેલા સતબીરને બંધૂકના બે ઉઠાવ્યો અને મુખ્ય દરવાજાની ચાવી હાંસલ કરી લીધી બાદમાં ત્રણેયને બંધક બનાવી લીધા હતા. બદમાશોએ ડેરીની બહા ઉભી ગાડીમાં ભેંસોને ભરી લીધી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. કેમ ક કરીને ત્રણેય બંધન મૂક્ત થઈને પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY