પત્ની સાથે આડસંબંધના વહેમમાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પાડોશીની હત્યા કરી

0
78

સુરત,
તા.૩/૫/૨૦૧૮

પત્ની સાથે આડસંબંધના વહેમમાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પાડોશીની હત્યા કરી

પત્ની સાથે આડાસંબંધના વહેમમાં ક્રોધે ભરાયેલા પતિએ જેના પર વહેમ હતો તે યુવક પર કુહાડીના ઉપરાછાપરી ૩૬ ઘા ઝીંકી દઈ તેની હત્યા કરી નાખી હતી. પત્નીએ વહેલી સવારે ૪ વાગ્યે યુવકને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. ૪થી ૬ વાગ્યા સુધીના સમયગાળામાં આ ખૂની ખેલ તાપી કિનારે ખેલાયો હતો. હત્યારા યુવકની કતારગામ પોલીસે ધરપકડ કરી છે.

કતારગામ, તાપીના પાળા પાસે કાશીબા ફાર્મની સામે રહેતા કલ્પેશ ઉર્ફે કલ્પો વરસિંગ મછાર (ઉ.વ.૨૩)એ બુધવારે વહેલી સવારે ચારથી છ વાગ્યા દરમિયાન તેના પડોશી અને કરિયાણાની દુકાન ધરાવનારા કૌશિક ઉર્ફે ગુલ્લો મુકેશભાઈ નાયકા (ઉ.વ.૨૩)ને કુહાડીના ૩૬ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. કતારગામ પોલીસની ટીમે તપાસ આરંભી તો ખ્યાલ આવ્યો કે કલ્પેશ ઉર્ફે કલ્પાને એવો વહેમ હતો કે કૌશિક ઉર્ફે ગુલ્લાને તેની પત્ની સાથે અનૈતિક સંબંધ છે. જેથી તેણે ગુલ્લાની હત્યા કરી હતી.

કલ્પેશ અને તેની પત્ની રેખા વચ્ચે આ મુદ્દે ઝઘડો થયો હતો. પરિણામે કલ્પેશે રેખાને કહ્યું ફોન કરીને કૌશિકને ઘરે બોલાવ. બુધવારે સવારે ચાર વાગ્યે રેખાએ ફોન કરી કૌશિકને બોલાવ્યો હતો. જેવો તે આવ્યો કે તુરંત જ કલ્પાશે કુહાડીના ઉપરાછાપરી ૩૬ ઘા ગળા, નાક, કપાળ, મોઢા, હાથ સહિત અનેક જગ્યાએ ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી.

હત્યારા કલ્પેશની ધરપકડ કરી કતારગામ પોલીસ મથકના પોસઈએ કાર્યવાહી હાથ ધરી છે. જાકે હત્યા કર્યા બાદ કલ્પેશ અને તેની પત્ની રેખા વતન દાહોદ જતા રહેવા ઘરેથી નીકળી ગયા હતા. તે દાહોદ તરફ રવાના થાય એ પૂર્વે જ બંનેને પૂણા-કુંભારિયા વિસ્તારમાંથી પોલીસે પકડી પાડ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY