ગુજરાતની વિક્રમી માથાદીઠ આવક ૨.૧૪ લાખ પહોંચી,દેવુ ૨.૧૭ લાખ કરોડને પાર

0
98

ભારતની માથાદીઠ આવકની સરખામણીએ ગુજરાતની આવક ઘણી વધારે
ગાંધીનગર,તા.૧૧
ગુજરાતની પર કેપિટા ઇન્કમ એટલે કે ગુજરાતની માથાદીઠ આવક વધીને ૨.૧૪ લાખ થઈ છે જેની સામે માથાદીઠ જાહેર દેવું પણ વધીને ૫૦,૦૦૦ રૂપિયા થયું છે. રાજ્યમાં લોકોની આવકમાં વધારો થયો છે છતાં ગુજરાતનું સ્થાન દેશમાં આઠમા ક્રમે છે. જો કે ભારતની માથાદીઠ આવકની સરખામણીએ ગુજરાતની આવક ઘણી વધારે છે.
ગુજરાતના નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે માર્ચ ૨૦૧૭ના અંતે ગુજરાતનું જાહેર દેવું ૧.૯૯ લાખ કરોડ થયું હતું તે ૨૦૧૮મા વધીને ૨.૧૭ લાખ કરોડ થયું છે અને તે માર્ચ ૨૦૧૯ના અંતે વધીને ૨.૩૮ લાખ કરોડ થવાની ધારણા છે. રાજ્યમાં દેવું સતત વધતું જાય છે. પ્રોજક્શન પ્રમાણે ૨૦૧૯-૨૦માં જાહેર દેવું વધીને ૨.૬૬ લાખ કરોડ થશે જ્યારે માર્ચ ૨૦૨૧ સુધીમાં તે ૨.૯૬ લાખ કરોડ થવાની ધારણા છે.
બીજી તરફ ગુજરાતની માથાદીઠ આવક વધતી જાય છે જે સારી નિશાની છે. ગુજરાત સમૃદ્ધ થઈ રહ્યું છે. ૨૦૧૮ના આંકડા પ્રમાણે માથાદીઠ આવક વધીને ૨,૧૪,૨૮૫ રૂપિયા થઈ છે જે માર્ચ ૨૦૧૭ના અંતે ૧.૩૮ લાખ રૂપિયા હતી.
જો કે સરકારના આંકડા પ્રમાણે ગુજરાતના લોકો સમૃદ્ધ છે. એટલા બઘાં સમૃદ્ધ છે કે ભારતના અન્ય રાજ્યોના આંકડા કરતાં ગુજરાતના આંકડા બહુ મોટા દેખાય છે. આ આંકડા કાઢવામાં ક્યા ક્યા માપદંડ રાખવામાં આવ્યા છે તે નહીં સમજાય તેવું ગણિત છે.
આંકડાશાસ્ત્ર બ્યુરો તરફથી જે આંકડા જાહેર કરવામાં આવે છે તેમાં ભેદભાવ હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના આંકડા ઘણીવાર મેચ પણ થતાં હોતા નથી. ગુજરાતનું નાણા મંત્રાલય એવું કહે છે કે રાજ્યમાં માથાદીઠ આવક ૨,૧૪,૨૮૫ રૂપિયા થઈ છે. ૨૦૧૪-૧૫મા માથાદીઠ આવક ૧,૨૪,૬૭૮ રૂપિયા હતી.
ગુજરાત એ દેશમાં સૌથી વધુ ઔદ્યોગિકરણ ધરાવતું રાજ્ય છે તેનો સ્વીકાર કરીએ તો પણ એક કરોડના ઇન્વેસ્ટમેન્ટમાં માત્ર બે વ્યક્તિને જોબ મળે છે. કહેવાય છે કે દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૧૮.૪ ટકા અને નિકાસમાં ૨૦ ટકા હિસ્સો છે.
સરકારના આંકડામાં એ પણ સામે આવ્યું છે કે ૨૦૧૭-૧૯ના પૂરા થનારા વર્ષમાં ગુજરાતના પ્રત્યેક વ્યક્તિના માથે ૫૦,૦૦૦ રૂપિયાનું દેવું હશે, કારણ કે ગુજરાત સરકારનો જાહેર દેવાનો આંકડો પણ સતત વધતો ગયો છે.
એક કહીકત એવી છે કે માથાદીઠ આવકમાં સરકાર ગૌરવ લઈ રહી છે પરંતુ જાહેર દેવાના વધતા આંકડા સામે મૌન છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.

🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY