પ્રવેશપત્રો તા.૨૪ એિલ સુધીમાં મોકલી આપવા સૂચના
સુરત, તા.૧૩
ગુજરાત રાજ્ય અન્ડર-૧૫ કુસ્તી સ્પર્ધા આગામી તા. ૨૭ તથા ૨૮ એપ્રિલના રોજ અમદાવાદમાં ખોખરા સ્પોટ્ર્સ કોમ્પલેક્ષ ખાતે યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતાં સુરત શહેર તથા ગ્રામ્યના વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ તેમના પ્રવેશપત્રો સીધા ગુજરાત સ્ટેટ રેસલિંગ એસો. ને વાટસએપ નં. ૯૮૨૫૦૨૧૯૩૯ ઉપર તા.૨૪ એપ્રિલ સુધીમાં મોકલી આપવાના રહેશે. આ ચેમ્પિયનશીપમાં વર્ષ ૨૦૦૪, ૨૦૦૫ દરમિયાન જન્મેલા અને સુરત શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં પહેલવાન ભાઇ બહેનો ભોગ લઈ શકશે. વર્ષ ૨૦૦૬ દરમ્યાન જન્મેલાં સુરતના રહીશ હોય તેવા ઉમેદવારે ડાકટરના ફિટનેસ પ્રમાણપત્ર તથા પોતાના માતા પિતાનું સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે. ભાગ લેવા ઈચ્છતા પહેલવાનોએ જન્મ તારીખનું પ્રમાણપત્ર, રહેઠાણના પુરાવા તથા આધારકાર્ડ ની કોપી વોટ્સઅપ દ્વારા મોકલી આપવા એક સંસ્થાના માનદ મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પરીખની યાદીમાં જણાવાયુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





