પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પર નિવેદન આપનાર રામદાસ અઠાવલે માફી માગી

0
13

ન્યુ દિલ્હી,તા.૧૬
મોદી સરકારના કેન્દ્રીય સમાજ કલ્યાણ અને અધિકારિતા મંત્રી રામદાસ અઠાવલેએ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદે કરેલા નિવેદન મુદ્દે માફી માંગી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય પ્રજા પરેશાન થઇ ગઇ છે.ત્યારે આવા નિવેદનથી વિવાદ થયો છે.
અઠાવલેનું કહેવું છે કે તેમને ડીઝલ અને પેટ્રોલ મફતમાં મળે છે આથી આ અંગે વધુ વિચારતો નથી. તેમણે કહ્યુ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે, તેનાથી શું ફરક પડે છે. સરકાર મારી ગાડીઓમાં ડીઝલ અને પેટ્રોલ ભરાવે છે. સરકારી પૈસા પર પેટ્રોલ અને ડીઝલ જ્યાં આવે છે તો આ અંગે શું વિચારવાનું. રામદાસ અઠાવલે એ આ વાત શનિવારના રોજ જયપુરમાં કહી હતી.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં છેલ્લાં કેટલાંક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દેશમાં મોંઘવારી માઝા મૂકી રહી છે. આખા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ ઘમાસણ ચાલી રહ્યુ છે.
કેન્દ્રીય મંત્રી અઠાવલેના આ નિવેદન પર ખુબજ ટીકાઓ થઈ છે. સોશિયલ મીડિયાએ તેમના આવા નિવેદનને વખોડ્યુ છે. જા કે પાછળથી રામદાસ અઠાવલેએ માફી માંગી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY