પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને : આજે ભારત બંધનું એલાન

0
18

ન્યુ દિલ્હી,તા.૯
દેશમાં પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ, ખેડૂતોને પાકનું યોગ્ય વળતર ન મળવું અને ખેડૂતોના દેવામાફી મુદ્દે કોંગ્રેસે ૧૦ સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસના અત્યાર સુધી ભારત બંધ પર ૧૮ અન્ય રાજકીય પાર્ટીઓનું સમર્થન મળી ચુક્્યું છે.
કોંગ્રેસનું કહેવું છે કે ઊંઘી રહેલી સરકારને જગાડવા માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, સવારે નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ભારત બંધ રહશે. આ સમય રાખવાને કારણે લોકોએ કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.
કોંગ્રેસ પાર્ટીને ‘ભારત બંધ’ માટે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, જનતા દળ સેક્્યુલર, રાષ્ટ્રીય લોકદળ, ઝારખંડ મુક્તિ મોરચા અને બીજા દળોનું સમર્થન કરી રહ્યા છે.
સોમવારે, ઓડિશા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગોવા, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, તામિલનાડુ, હરિયાણા, કેરળ, તેલંગાણા રાજ્યમાં બંધ રહેશે. આ રાજ્યમાંથી અમુક રાજ્યની સરકારે આ દિવસે સ્કૂલોમાં રજા પણ જાહેર કરી દીધી છે.
બિહારીના નેતા તેજસ્વી યાદવે પણ ભારતનુ સમર્થન કરતા ટિ્વટ કર્યુ, ‘૧૦ સપ્ટેમ્બરે યોજાનારા મહાગઠબંધન સમર્થિત ‘ભારત બંધ’ માં અમે ઉત્સાહપૂર્વક ભાગ લઈને બધા રાજકીય પક્ષો સાથે મળીને બંધને પૂર્ણ સફળ બનાવીશુ. અમે બિહારવાસીઓને અપીલ કરીએ છીએ કે ગરીબ વિરોધી પૂંજીપતીઓની સરકારને ઉખાડી ફેંકવા માટે બંધને પૂરજાશમાં સમર્થન કરો.
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અશોક ગેહલોતે કહ્યું હતું કે, “આજે દેશનો કઈ પણ વર્ગ ખુશ નથી. મોંઘવારીના મારથી બધાની કમર તૂટી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે તમામ લોકો પરેશાન છે. હિંસાનો માહોલ છે. દરેક વ્યક્તિ પરેશાન છે.
પેટ્રોલ ડીઝલની સતત વધતી કિંમતના વિરોધમાં વિપક્ષે ૧૦મી તારીખે ભારત બંધનું એલાન આપ્યુ છે. પરંતુ ભારત બંધના એલાનમાં ટીએમસીએ પોતાનું વલણ સ્પષ્ટ ન કરતા મમતા બેનર્જી કોંગ્રેસાના નિશાને આવી છે. કોંગ્રેસે જણાવ્યુ કે, ભારત બંધના એલાનમાં ટીએમસીનું વલણ વિરોધાભાસી છે.
પશ્વિમ બંગાળમાં કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ જણાવ્યુ કે, મમતા બેનર્જીની પાર્ટી ભારત બંધના એલાનમાં સામેલ થવાનો ઇનકાર કરી રહી છે. ટીએમસીના વલણથી નારાજ થયેલી કોંગ્રેસે ટીએમસીને વિરોધાભાસી ગણાવી છે. એક તરફ લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ એકજુટ થવાના દાવા કરી રહ્યો છે. ત્યારે ટીએમસીએ બંધના એલાનમાં સામેલ ન થવાની જાહેરાત કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY