ભારત પાકિસ્તાન વાતચીત થી વિવાદનો ઉકેલ લાવે – જગત જમાદાર

0
120

વાશિંગ્ટન,તા.૨૮/૦૨/૨૦૧૮

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સીમા વિવાદને લઈને અમેરિકાના ટ્રમ્પ વહીવટી તંત્ર તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમેરિકન કોંગ્રેસમાં ઉઠાવવામાં આવેલા ભારત અને પાકિસ્તાનના સીમા વિવાદના મામલે ટ્રમ્પ વહીવટી તંત્રે કહ્યું છે કે સીમા વિવાદને ઉકેલવા માટે બંને દેશોને વાતચીત દ્વારા ઉકેલવા જાઈએ. આ મામલે પ્રતિક્રિયા આપતા અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીથર નોર્ટે બંને દેશોને સીમાને લઈને વિલંબિત વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાની સલાહ આપી છે. હીથર નોર્ટે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ કાયમી ધોરણે યથાવત છે અને આમ થવું બરાબર નથી. તેથી આ તણાવને સમાપ્ત કરવા માટે બંને દેશોએ વાતચીતથી ઉકેલ લાવવો જાઈએ. યુએસ સેન્ટ્રલ કમાનના કમાન્ડર જનરલ જાસેફ વોટેલે સેનેટ આર્મ્ડ સર્વિસિસ કમિટી સમક્ષ જણાવ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ સશક્ત સંપન્ન દેશો છે. તેથી ઝડપથી બંને દેશોએ આ મામલાનો ઉકેલ લાવવો જાઈએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY