ન્યુ દિલ્હી,તા.૨૨
તેલના ભાવો માટે થઈ રહેલા હાહાકાર બાદ પણ સામાન્ય જનતાને રાહત મળતી દેખાતી નથી. તેલના ભાવોમાં શનિવારે પણ વધારો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ ૧૨ પૈસા વધીને ૮૨.૪૪ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. વળી, ડીઝલના ભાવ ૭૩.૮૭ રૂપિયા લિટર છે. મુંબઈમાં આજે પેટ્રોલ ૮૯.૮૦ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૭૮.૪૨ રૂપિયા પ્રતિ લિટર છે. શનિવારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત ૧૧ પૈસાના વધારા સાથે ૮૧.૫૫ રૂપિયા અને ડીઝલની કિંમત ૭૮.૨૮ રૂપિયા છે.
ડીઝલના ભાવમાં ત્રણ દિવસથી ફેરફાર ન થવાના કારણે લોકોને આના માટે વધુ પૈસા તો નથી આપવા પડી રહ્યા પરંતુ મુંબઈમાં પેટ્રોલ ૯૦ ની નજીક પહોંચી ગયુ છે. મુંબઈમાં પેટ્રોલ ૮૯.૮૦ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આના કારણે લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. તેલના ભાવોમાં રોજ થઈ રહેલા વધારાના કારણે લોકોની હાલત ખરાબ છે. આ પહેલા શુક્રવારે પેટ્રોલના ભાવમાં ૧૦ પૈસાનો વધારો નોંધવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



