એક્સાઇઝ ડ્યુટી, વેટના લીધે પણ ભાવ ઉંચા મહારાષ્ટ્રના ૨૦ જિલ્લામાં પેટ્રોલ કિંમત ૯૦થી ઉપર

0
5

નવીદિલ્હી, તા. ૨૮
પેટ્રોલ, ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના ૩૬થી વધુ જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત ૯૦થી પણ ઉપર પહોંચી ગઈ છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ૨૬મી સપ્ટેમ્બરના દિવસે પેટ્રોલિયમ પેદાશોમાં વધારા માટે વૈશ્વિક પરિબળો જવાબદાર હોવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ તમામ વસ્તુઓ ઉપર ટેક્સ ઘટાડવાની બાબત અંતિમ ઉકેલ નથી. કારણ કે, ક્રૂડ ઓઇલની કિંમતો હજુ પણ ઉથલપાથલમાં રહેલી છે. મૂળ સમસ્યા એ છે કે, ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. રાજ્ય દ્વારા વેટમાં ઘટાડો કરવા સહિત કોઇપણ પગલા હાલમાં કામ આપશે નહીં. કારણ કે ક્રૂડની કિંમતો સતત ફેરફારની સ્થિતિમાં છે. કેન્દ્ર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં અથવા તો રાજ્ય દ્વારા વેટની કિંમતમાં ઘટાડો થવાથી હાલ કોઇ ફાયદો થશે નહીં. જા કે, પ્રધાને કહ્યું હતું કે, ઉંચી તેલ કિંમતો ચિંતાની બાબત છે અને સરકાર પ્રજાને રાહત આપવા માટે કેટલાક રસ્તા પર વિચારી રહી છે. કેન્દ્ર સરકાર હાલમાં પેટ્રોલ ઉપર લીટરદીઠ ૧૯.૪૮ અને ડીઝલ પર ૧૫.૩૩ રૂપિયા ટેક્સ લાગૂ કરે છે. આ ઉપરાંત આ બંને ફ્યુઅલ ઉપર રાજ્યો દ્વારા વેટ પણ લેવામાં આવે છે. મુંબઈમાં વેટ સૌથી વધારે છે. અહીં પેટ્રોલ ઉપર ૩૯.૧૨ ટકા વેટ છે. જ્યારે તેલંગાણામાં ડીઝલ પર સૌથી ઓછો ૨૬ ટકા વેટ છે. આ તમામ પરિબળોના પરિણામ સ્વરુપે પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થઇ જાય છે. કિંમતોને ઘટાડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં સ્થિતિમાં હજુ સુધારો થઇ રહ્યો નથી. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઇને રાજ્ય સરકારો પણ ચિંતાજનક દેખાઈ રહી છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY