ટેરર ફન્ડિંગ કેસ : હિઝબુલના ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્રની ધરપકડ

0
13

શ્રીનગર,તા.૩૦
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના અધિકારીઓએ આજે સવારે શ્રીનગરથી હિઝબુલ મુજાહિદ્દિનના ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ શકીલ અહમદની તેના ઘરેથી ધરપકડ કરી છે. આ ધરપકડ ટેરર ફન્ડિંગ કેસમાં કરવામાં આવી છે.
એનઆઈએના સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએએ પહેલાં તેના ઘરે દરોડા પાડ્યા હતા, જ્યાંથી કેટલાક ચોંકાવનારા દસ્તાવેજા મળી આવ્યા હતા. આ દસ્તાવેજાના આધારે સૈયદ શકીલ અહમદની ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર સૈયદ શકીલ અહમદને એનઆઈએએ પોતાનો પક્ષ રજૂ કરવા માટે ત્રણથી ચાર વખત તક આપી હતી, પરંતુ તેણે ૨૦૧૧ના ટેરર ફન્ડિંગ કેસ અંગે કઈ પણ જાણકારી એજન્સીને આપી ન હતી.
સૈયદ પાસે મની ટ્રાન્ઝેક્શન અને વિદેશોમાં રહેતા સૈયદ સલાઉદ્દીનના પુત્રોનાં બેન્ક એકાઉન્ટ અંગે વિસ્તૃત જાણકારી છે, પણ તે એજન્સીને કોઈ બાતમી આપવા તૈયાર ન હોવાથી અંતે તેની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ એનાઆઈએ દ્વારા સલાઉદ્દીનના એક પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં એનઆઈએએ સૈયદ શાહિદ યુસુફને મની લોન્ડ્રિંગ કેસમાં પકડ્યો હતો. ત્યારથી તે દિલ્હીની તિહાર જેલમાં કેદ છે.
એનઆઈએ, સ્થાનિક સુરક્ષા દળો અને સીઆરપીએફની ટુકડીઓ આજે સવારે સૈયદ શકીલ અહમદના ઘરે ત્રાટકી હતી. શ્રીનગરના રામબાગ વિસ્તારમાં આવેલા તેના ઘરેથી અનેક ચોંકાવનારા દસ્તાવેજા મળી આવ્યા હતા. શકીલ લેબ ટેક્નિશિયન તરીકે કામ કરે છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY