સતત ૧૧મા દિવસે પેટ્રોલમાં ૪૦ અને ડિઝલમાં ૩૩ પૈસાનો ઘટાડો

0
6

ન્યુ દિલ્હી,તા.૨૮
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો યથાવત છે. સતત ૧૧માં દિવસે આમ જનતાને રાહત મળતાં રવિવારે પણ ૪૦ પૈસાનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલ ૪૦ પૈસા સસ્તું થયું છે. આ ઘટાડાની સાથે જ દિલ્હીમાં રવિવારે એક લીટર પેટ્રોલ ૮૦.૦૫ રૂપિયામાં મળશે. તો મુંબઈમાં ૩૯ પૈસાનો ઘટાડો થતાં મુંબઈમાં એક લીટર પેટ્રોલ ૮૫.૫૪ રૂપિયાએ મળશે.
આ રીતે રવિવારે દિલ્હીમાં ડીઝલના ભાવ ૩૩ પૈસાના ઘટાડાની સાથે ૭૪.૦૫ થયાં છે. તો મુંબઈમાં ૩૫ પૈસાનો ઘટાડો થતાં ડીઝલ ૭૭.૬૧ રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં ઈંધણની કિંમતો ઘટી છે. જેના પરિણામે શનિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૪૦ પૈસા અને ડીઝલની કિંમતમાં ૩૫ પૈસાનો ઘટાડો થયો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. સાઉદ અરબ દ્વારા કહેવામાં આવ્યું છે કે જરૂર પડશે તો તેઓ તેલ આપૂર્તિ માટે જરૂરી પગલાં ભરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY