પ્રદૂષણ ફેલાવનારા લોકોની વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરાશે..!!

0
15

ન્યુ દિલ્હી,તા.૨૮
દિલ્હી -એનસીઆર ક્ષેત્રમાં સતત વાતાવરણની કથળી રહેલી સ્થિતીને સુધારવા માટે સરકારે હવે કડક વલણ અપનાવતા વાયુ પ્રદૂષણ માનકોનું ઉલ્લંઘન કરવા મુદ્દે એજન્સીની પણ જવાબદારી નિશ્ચિત કરતા પ્રદૂષણ ફેલાવનારા લોકોની વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. પર્યાવરણ મંત્રી ડા. હર્ષવર્ધને આ માહિતી આપી.
હર્ષવર્ધને જણાવ્યું કે, હવાની ગુણવત્તા મુદ્દે મંત્રાલય અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજવામાં આવી. તેમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના પાંચ શહેરો દિલ્હી, ગાઝિયાબાદ, નોએડા, ફરીદાબાદ અને ગુરૂગ્રામમાં વાયુ પ્રદૂષણની સ્થિતીની સમીક્ષામાં સામે આવ્યું કે, પાડોશમાં રહેલા ચારેય શહેરો માનકોનાં પાલન મુદ્દે અણઘડ વલણનાં કારણે કોઇ સુધારો નથી થઇ રહ્યો.
આ કારણે સંબંદ્ધ એજન્સીઓને પણ ગુનાહિત કાર્યવાહી અંતર્ગત લાવવા સીપીસીબીની પેટ્રોલિંગ ટીમ અને તેનાં અધિકારીઓને કડકાઇ વર્તવા જણાવ્યું છે. હર્ષવર્ધને જણાવ્યું કે, તેમાં જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે કે પાંચ શહેરોમાં વાયુ પ્રદૂષણના માનકનું પાલન કરાવવા માટેની રચાયેલી દળો યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ.
બેઠકમાં સીપીસીબીની ટીમના ફીડબેકના આધારે તે માહિતી મળી છે કે દિલ્હી ઉપરાંત એનસીઆરના ચાર શહેરો નોએડા, ગાઝીયાબાદ, ફરીદાબાદ અને ગુરૂગ્રામમાં છેલ્લા એક મહિનામાં સ્થિતી સુધારવા માટે કરાયેલા ઘણા ઉપાયો નિષ્ફળ સાબિત થયા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY