સતત ૧૩મા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાયો પેટ્રોલમાં ૨૦ અને ડિઝલમાં ૭ પૈસાનો ઘટાડો

0
6

ન્યુ દિલ્હી,તા.૩૦
સતત ૧૩મા દિવસે સામાન્ય જનતા માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે..જેનાં ભાગરૂપે પેટ્રોલમાં ૨૦ પૈસા અને ડીઝલમાં ૭ પૈસા પ્રતિ લિટરનો ભાવઘટાડો નોંધાયો છે. સતત ભાવઘટાડાને લીધે જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી બાજુ પેટ્રોલનો ભાવ ૭૦ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચે તેવી આશા લોકો રાખી રહ્યાં છે.
દેશામાં સતત ઘટી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે સામાન્ય જનતાને રાહત મળી રહી છે. મંગળવારે પણ સતત ૧૩માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો નોધાયો હતો. સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં ૨૦ પૈસાનો ઘટાડો આવ્યો હતો. જેથી પેટ્રોલની કિંમતમાં ૭૯.૫૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે દિલ્હીમાં ડીઝલના ભાવોમા ૨૦ પૈસાનો ઘટાડો સામે આવ્યો છે. જેથી અહિં ડિઝલના ભાવ ૭૩.૮૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
મુંબઇમાં પણ મંગળવારે પેટ્રોલ ૨૦ પૈસાનો ભાવોમાં ઘટાડો આવ્યો છે. જેથી અહિં પેટ્રોલના ભાવ ઘટીને ૮૫.૦૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. સાથે જ ડીઝલના ભાવમાં પણ ૦૮ પૈસાનો ઘટા઼ડો આવ્યો છે. જેથી અહિં ડીઝલનો ભાવ ૭૭.૩૨ રૂપિયા પ્રતિ લીટર થયો છે. મહત્વનું છે, કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત ૧૩ દિવસથી ઘટાડો આવી રહ્યો છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ ૩.૨૮ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. જ્યારે આ દરમિયાન ડિઝલના ભાવોમાં પણ ૧.૮૯ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો સામે આવ્યો છે.

ગુજરાતમાં ઉલટી ગંગા,અમદાવાદમાં પેટ્રોલ કરતાં ડીઝલના ભાવ વધુ
અમદાવાદ,તા.૩૦
આજે સતત ૧૩ મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ક્રુડ ઓઈલના ભાવમાં થતા સતત ઘટાડાના કારણે પેટ્રોલ પર ૨૦ પૈસા અને ડીઝલ પર સાત પૈસાનો ઘટાડો થયો છે.
અમદાવાદના પેટ્રોલ-ડીઝલના ભાવ પર નજર કરીએ તો પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૭૬,૬૦ રૂપિયા અને ડીઝલ ૭૭.૦૬ રૂપિયા વેચાઈ રહ્યું છે. સુરતમાં પેટ્રોલ પ્રતિલીટર ૭૬.૮૦ પૈસા અને ડીઝલ૭૭.૧૨ પૈસા ભાવ નોંધાયો છે.
જ્યારે પાટણમાં પેટ્રોલ પર ૨૦ પૈસા અને ડીઝલ પર ૦૭ પૈસા ઘટાડો જાવા મળી રહ્યો છે. પેટ્રોલ પ્રતિલીટર ૭૬.૭૧ અને ડીઝલ ૭૭.૨૨ પૈસાના ભાવે વેચાઈ રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY