રાજપીપલા ના બે પેટ્રોલ પંપ માલિકો એ ડીડીઓ નર્મદા ને આપી નોટિસ જાણો કેમ

0
13

92000 રૂપિયાનું ડીઝલ નું બીલ બાકી હોય જે મેળવવા 8 મહિનાથી ધક્કા ખાતા પમ્પ માલિકો એ કોર્ટનો સહારો લીધો

રાજપીપલા
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ને પેટ્રોલ પંપ 2 માલિકો દ્વારા નોટિસ આપવામાં આવતા જિલ્લા માં ખળભળાટ મચીજવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 2017 માં સ્વચ્છતા અભિયાન દરમ્યાન જિલ્લાને એવોર્ડ મળ્યો હતો.જે દિવસોમાં નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ડો રંજીતકુમાર સિંહ હતા અને સરકારી ગાડી જે ગઈ જે 22 જી 0222 માં સતત ગાંધીનગર જવાનું હોવાથી સતત 8 મહિના સુધી ડીઝલ પૂરાવવાનું જાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવાવતા આ શ્રીજી પેટ્રોલ પંપ અને અન્ય એક પેટ્રોલ પંપ દ્વારા સતત ડીઝલ પૂરાવાવમાં આવતું હતું,પહેલા ના 3 મહિના સુધી તો આજ પેટ્રોલ પંપ ના માલિકોને નિયમિત બિલ ના નાણાં ચુકવવામાં આવતા હતા. પરંતુ બાકીના 6 મહિના ના જે નાણાં બાકી પડતા હોઈ જે સમય દરમ્યાન માં ડીડીઓ ની બદલી થઈ ગઈ અને જેમની જગ્યા એ નવા ડીડીઓ જીન્સી વિલ્યમ્સ તરીકે મુકાયા ત્યારે આ નવા ડીડીઓ ને આ બન્ને પેટ્રોલ પંપ ના માલિકો દ્વારા તેમના ડીઝલ ના નાંણા બાકી ની હોવાની ઉઘરાણી કરતા નવા આવેલ ડીડોઓ એ આવા કોઈ બિલના નાણાં બાકી નહીં હોવાનું જણાવતા માલિકો માં રોષ ફેલાયો અને જેમણે પોતાના 92000 જેટલી રકમ ના રૂપિયા લેવા માટે એક વકીલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ને નોટિસ આપવામાં આવતા જિલ્લા માં ખળભળાટ મચી જવા પામી છે, જોકે ડીડીઓ ને અંગે મીડિયા દ્વારા પૂછતાં જેવોએ પણ સ્વીકાર્યું છેકે મને નોટિસ મળી છે પરંતુ હાલ માં આ કચેરી માંથી કોઈ બિલ પેન્ડિંગ નથી ત્યરે હાલ તો આ પેટ્રોલ પંપ ના માલિકોએ દિન 15 માં આ બીલોનાા નાણા ભરપાઈ કરવાની નોટિસ આપી છે જો નહીં મળે તો કોર્ટ માં કેસ કરવાની અને ફોજદારી કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે,

સરકારી ગાડી જે ગઈ જે 22 જી 0222 માં સતત ગાંધીનગર જવાનું હોવાથી સતત 8 મહિના સુધી ડીઝલ પૂરાવવાનું જાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવાવતા અમે ડીઝલ નિયમિત આપ્યું છે અને અમને જે બીલોના નાણાં નથીઓ મળ્યા જે બાબતે અમે વકીલ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને હજુ જો અમારા રૂપિયા અમને નહીં મળે તો કોર્ટ માં કેસ કરવાની અને ફોજદારી કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી >>જીતેશ તડવી (પેટ્રોલ પંપ ના માલિક )

બૉક્સ : મને નોટિસ મળી છે પરંતુ હાલ માં આ કચેરી માંથી કોઈ બિલ પેન્ડિંગ નથી, હું નવી છું એટલે પાછલું બિલનું ચેક કરાવીશ >>જીમસી વિલ્યમ (જિલ્લા વિકાસ અધિકારી નર્મદા )

બોક્ષ : હકીકત એમ છેકે અમારા અસીલ જે શ્રીજી પેટ્રોલ પંપ ચલાવે છે જેવોએ 2017 ના ડીડીઓ રણજિત કુમારે સરકારી ગાડી માં ડીઝલ પુરાવ્યા બાદ 92000 જેટલી રકમ ના બિલ ન ચુકવતા મારા થ્રુ નવા ડીડીઓ ને 15 દિવસ માં બિલનમાંરૂપિયા ચુકવવાની નોટિસ આપી છે અને જો નહીં આપવામાં આવ તો ફોજારી ગુનો પણ નોધાવીશુ બી એમ રામી (એડવોકેટ )

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY