એલ સી બી ભરૂચે કેેમિકલ ચોરી કરતાા સાગરીતોને એક કરોડ થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી મુખ્ય સૂત્રધાર પ્રકાશ મારવાડી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા
ભરૂચ પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સૂચના થી ભરૂચ એલ સી બી ના પી આઈ સુનિલ તરડેે એમની ટિમ સાથે પેટ્રોલિંગ માં હતા ત્યારે બાતમી મળતા બાતમી વાળી જગ્યા મુજબ નેશનલ હાઇવે આઠ પર આવેલ સર્વોત્તમ હોટલ કમ્પાઉન્ડ માં અમુક વ્યક્તિઓ ટેન્કર માંથી કેમિકલ કાઢી સગેવગે કરવાની તૈયારી કરતા હતા ત્યાંજ પોલીસે રેડ કરતા ત્યાં ઉભેલા ટેન્કરો માંથી કેમિકલ ચોરી કરી કેરબાઓ માં ભરી નજીક માં ઉભેલી મારુતી વાન નં.જી જે 5 સી એચ 7723 મુકતા હતા પોલીસે ત્યાંથી રેડ દરમિયાન ટેન્કર ના ચાલાક અભય બચ્ચાંનંદ ભર (રહે,હજીરા સુરત ),બ્રીજ કિશોર ક્રિશ્નાથ તડકેશ્વર પંડિત (હજીરા સુરત ) જયારે મારુતિ વાન ના ચાલાક અશોક ઓમપ્રકાશ ધાકડ (પલસાણા સુરત )તેમજ એક સગીર ને પકડી લઈ પૂછપરછ કરતા હજીરા સુરત થી દહેજ ખાતે આવેલ ઈનિયોર્સ સ્ટાપ અલ્લ્યુસન લી.કંપની ખાતે આ કેમિકલ પોહ્ચાડવા જતા હોવાનું જણાવેલ જેથી પોલીસે કેમિકલ,ટેન્કર નો 50,84,440/- રૂપિયા નો મુદ્દામાલ તથા મારુતિ વાન મોબાઈલ અંગઝડતી ના મળી કુલ રૂપિયા એક કરોડ એક લાખ પાંસઠ હજાર આઠસો ચાલીસ રૂપિયા નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી પરંતુ આ વ્યક્તિઓ એ પોલીસ પુછપરછ માં જણાવ્યું હતું લસકાણા સુરત ના રહેવાસી પ્રકાશ મારવાડી આ કેમિકલ ચોરી નો મુખ્ય સૂત્રધાર છે જેથી પોલીસે હવે પ્રકાશ મારવાડી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




