પેટ્રોલમાં ૨૮ તો ડિઝલમાં ૧૮ પૈસાનો વધારો પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો : મુંબઈમાં ૮૯.૨૯ના સૌથી ઉંચા સ્તરે

0
10

ન્યુ દિલ્હી,તા.૧૬
પેટ્રોલ-ડીઝલના ભાવોમાં આજે ફરીથી વધારો થયો છે. દિવસેન દિવસે પેટ્રોલ અને ડીઝલ રેકોર્ડ તોડી રહ્યો છે. આજે એટલેકે રવિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ભડકો થયો હતો. દિલ્હીમાં પેટ્રોલમાં ૨૮ પૈસાનો વધારો થયો છે. પેટ્રોલની કિંમત ૮૧.૯૧ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ડીઝલમાં ૧૮ પૈસાનો વધારો થયો છે.ડીઝલની કિંમત ૭૩.૭૨ રૂપિયા પ્રતિ લીટર થઈ છે.દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલમાં ૨૮ પૈસાનો વધારો થયો છે. પેટ્રોલની કિંમત ૮૯.૨૯ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ડીઝલમાં ૧૯ પૈસાનો વધારો થયો છે.ડીઝલની કિંમત ૭૮.૨૬ રૂપિયા પ્રતિ લીટર થઈ છે.
અમદાવાદમાં પેટ્રોલ ૮૧.૦૨, ડીઝલ ૭૯.૧૭ પ્રતિ લીટર, સુરતમાં પેટ્રોલ ૮૦.૭૬, ડીઝલ ૭૮.૯૪ પ્રતિ લીટર, રાજકોટમાં પેટ્રોલ ૮૦.૮૮, ડીઝલ ૭૯.૦૫ પ્રતિ લીટર, વડોદરામાં પેટ્રોલ ૮૦.૭૦, ડીઝલ ૭૮.૮૬ પ્રતિ લીટર, ભાવનગરમાં પેટ્રોલ ૮૨.૦૨, ડીઝલ ૮૦.૨૩ પ્રતિ લીટર, જૂનાગઢમાં પેટ્રોલ ૮૧.૮૩, ડીઝલ ૭૯.૯૮ પ્રતિ લીટર, જામનગરમાં પેટ્રોલ ૮૧.૦૭, ડીઝલ ૭૯.૨૩ પ્રતિ લીટર, અમરેલીમાં પેટ્રોલ ૮૧.૧૪, ડીઝલ ૭૯.૩૧ પ્રતિ લીટર, બોટાદમાં પેટ્રોલ ૮૧.૬૨, ડીઝલ ૭૯.૭૭ પ્રતિ લીટર, ગીર – સોમનાથમાં પેટ્રોલ ૮૧.૮૮, ડીઝલ ૮૦.૦૫ પ્રતિ લીટરે પહોંચી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY