રેલવે સ્ટેશન પર ફાયરિંગ કરનાર ટાઈગર વડોદરા પાસેથી ઝડપાયો

0
11

સુરત,તા.૧૬
ગત ગુરુવારના રોજ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ ઉપર રાણકપુર એક્સપ્રેસના સમયે બનેલી ગોળીબારની ઘટના સંદર્ભે સુરત રેલવે પોલીસે આરોપી સરફરાજ ઉર્ફે ટાઇગરની ધરપકડ કરી પિસ્તોલ કબજે લીધી છે.
ટાઇગરને બાતમીના આધારે વડોદરા નજીકના તરસાલીથી ઝડપી લેવાયો હતો. આરોપી ટાઇગર અને ફરિયાદી યુસુફખાન વચ્ચે વર્ચસ્વ જમાવવા બાબતે ઝઘડાઓ થતાં રહ્યાં છે.
આરોપી સરફરાજ ઉર્ફે શીબુ ઉર્ફે ટાઇગર રીઢો ગુનેગાર છે. અગાઉ મારામારીના અને લૂંટના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. જ્યારે ફરિયાદી મોહંમદ યુસુફખાન પણ અગાઉ હથિયાર પ્રકરણમાં શહેર પોલીસના હાથે પકડાઇ ચૂક્યો છે.
આરોપી અને ફરિયાદી મૂળ ઉત્તરપ્રદેશના વતનીઓ છે અને અહીં લિંબાયતમાં વર્ચસ્વ જમાવવા બાબતે તેઓ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં રહ્યાં છે, એમ નાયબ પોલીસ અધિકારી જી.વી. પઢેરીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY