ક્રૂડના ભાવ ઘટતાં શેરબજારમાં તેજી : સેન્સેક્સ પહેલીવાર ૩૬ હજારને પાર

0
108

નિફ્ટીએ ૧૧ હજારની સપાટી વટાવી,રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ૨ ટકાથી વધુનો ગ્રોથ નોંધાવ્યો
મુંબઈ,તા.૧૨
શેરબજારે એક વખત ફરી ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સ પોતાના ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો છે. એશિયાઈ બજારમાં તેજી, ક્રુડ ઓઈલમાં ઘટાડો અને રૂપિયામાં રિકવરીને પગલે ગુરૂવારે શેર બજાર નવી ઊંચાઈએ ખુલ્યો. સેન્સેક્સ લાંબી છલાંગ લગાવી રેકોર્ડ હાઇ સ્તરે પહોંચવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ ૩૬૪૨૪.૨૩ પર ખૂલ્યો અને ૨૮૨ અંકના ઉછાળા સાથે ૩૬૫૪૮ના રેકોર્ડ સ્તર પર બંધ રહ્યો હતો. ભારે લેવાલીને પગલે ઓપનિંગ સેશન દરમિયાન જ સેન્સેક્સ ૩૬૫૪૦.૩૯ના સ્તરને સ્પર્શી ગયો. તો નિફ્ટીએ પણ ૧૧,૦૦૬.૯૫થી શરૂઆત ૭૫ અંકના વધારા સાથે ૧૧૦૨૩ પર બંધ રહી હતી. ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ બાદ પહેલીવાર નિફ્ટી ૧૧,૦૦૦ની ઉપર આવ્યો. બેન્કિંગ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી રહી છે. યસ બેંક ૨%થી વધુ ચ્ઢયો છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એક્સિસ અને ઇન્ડસઇંડ બેન્કના શેરોમાં પણ ૧.૫% ઉછાળો આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૨%થી વધુનો ગ્રોથ નોંધાવ્યો છે.
હિંદુસ્તાન પેટ્રોલિયમના શેરમાં ૪%થી વધુનો ઉછાળો આવ્યો છે. ૈંર્ંઝ્ર અને મ્ઁઝ્રન્માં પણ ૩%થી વધુનો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના રેટ ઘટતાં આ કંપનીઓ માટે ઈમ્પોર્ટ સસ્તું થશે. જેનાથી આશા છે કે શેરમાં સારી એવી લેવાલી જાવા મળી રહી છે.
સેશન દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (ઇૈંન્)ના શેર ૧.૯ ટકાની તેજીની સાથે ૧,૦૫૮ રૂપિયાના ભાવે પહોંચી ગયો છે.
માર્કેટમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. બેકના સ્ટોકમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે. આ તેજીની સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧૦ હજાર કરોડ ડોલરની કંપની બની ગઈ છે. કંપનીનું માર્કેટ કેપ ગુરૂવારે ૬.૬૯ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જે બુધવારે ઇૈંન્નું માર્કેટ કેપ ૬.૫૫ લાખ કરોડ રૂપિયા હતું.
મ્જીઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૭ ટકા સુધી ઉછળ્યો હતો, જ્યારે કે મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૬ ટકાનો વધારો નોંધાયો હતો. મ્જીઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬ ટકા ચઢ્યો હતો.
ઁજીં બેંક, ફાર્મા, મેટલ, ઓટો અને ઓઈલ એન્ડ ગેસના શેર્સમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી લગભગ ૧ ટકાની મજબૂતી સાથે ૨૭,૦૪૭ના સ્તરે પહોંચી ગયો છે. જો કે રૂપિયામાં આવેલી રિકવરીથી ૈં્‌ના શેર્સમાં થોડું દબાણ જાવા મળી રહ્યુ છે.
(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY