પ્લૂટોને ફરી ગ્રહનો દરજજા આપવા ખગોળ વૈજ્ઞાનિકોની માંગ

0
38

વાશિંગ્ટન,તા.૧૨
કેટલાક ખગોળ વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્લૂટોને ખોટી ગણતરીથી વર્ગીકૃત કરીને ગ્રહ તરીકે નકારવામાં આવ્યો હોવાથી તેને ફરી ગ્રહ ગણવો જાઇએ. આ વાતને અમેરિકાની યૂનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફલોરિડાના ગ્રહ વિજ્ઞાની ફિલિપ મેટઝગરે પણ સમર્થન આપ્યું છે. આ અંગે એક એસ્ટ્રો જર્નલમાં પ્રકાશિત માહિતીમાં ખગોળશાસ્ત્રીઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ગ્રહો અંગેનું વર્ગીકરણ અને માપદંડ ૨૦૦ વર્ષના એસ્ટ્રો લિટરેચર સાથે મેચ થતું નથી. સંશોધિત સાયÂન્ટફિક લિટરેચરની સમિક્ષા કરતા માલૂમ પડયું કે માત્ર ઇસ ૧૮૦૨ના એક પ્રકાશનમાં ગ્રહના વર્ગીકરણ માટે સ્પષ્ટ ભ્રમણ કક્ષાની જરુરીયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. આ સાહિત્ય પણ માત્ર શનીના ટાઇટન અને ગુરુના યૂરોપાને ગ્રહ નહી ગણવા પર આધારિત હતું. આ બાબત પ્લૂટોને લાગું પાડીને ગ્રહ તરીકે હટાવવામાં આવ્યો હતો.
૧૯૩૦માં અમેરિકી ખગોળશાસ્ત્રી કલાઇડ ટોમ્બોએ પ્લૂટો શોધીને સૌર મંડળનો ૯ મો ગ્રહ જાહેર કર્યો હતો. ત્યારથી સૂર્યમંડળના કુલ ૯ ગ્રહો એવું માનવામાં આવતું હતું. જા કે ૨૦૧૧માં ૨૩૦૦ કિમીનો વ્યાસ ધરાવતા પ્લૂટોનો ગ્રહ તરીકેનો દરજજા છિનવી લેવામાં આવ્યો હતો. કારણ કે ૨૦૦૬માં ખગોળવિદોના એક સંગઠન ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર્સ યૂનિયને ગ્રહની વ્યાખ્યામાં સ્પષ્ટ ભ્રમણ જરુરી ગણવામાં આવ્યું હતું. જયારે પ્લૂટો અંગેના સંશોધનોમાં સૂર્યની ફરતે તેની પરીક્રમાં બેઢંગી જણાઇ હતી. પ્લૂટો પર તેના પાડોશી ગ્રહ નેપ્ચ્યૂનનું ગુરુત્વાકર્ષણ બળ પ્રભાવ ધરાવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY