વડાપ્રધાન મોદી ૩૦ સપ્ટેમ્બરે ગુજરાતના મહેમાન બનશે

0
9

ગાંધીનગર,તા.૨૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદમાં અમૂલની ચોકલેટ ફેક્ટરી અને રાજકોટમાં આલ્ફ્રેડ સ્કૂલને મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તા. ૩૦મી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ મનપા દ્વારા પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત થશે.
આ અગાઉ ૨૩ ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ ગુજરાતની એક દિવસીય મુલાકાત લીધી હતી. ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયાના નામે દુનિયાભરમાં જાણીતી એવી અમૂલ પોતાની ચોકલેટ પ્લાન્ટના ઉદઘાટન માટે આવે તેવી શક્્યતા છે. આણંદ પાસેના મોગર ખાતે ચોકલેટ પ્લાન્ટ આવેલો છે. ૧.૫ મેટ્રીક ટન પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતી સતત ચોકલેટ મેકીંગ લાઇન સ્થાપિત કરી છે. અમૂલ ડેરી દ્વારા ચોકલેટ પ્લાન્ટના ઉદઘાટન માટે પ્રધાનમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજકોટ ખાતે આવેલી આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીએ અભ્યાસ કર્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ૨૬ કરોડના ખર્ચે ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેના ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આલ્ફ્રેડ સ્કૂલની સ્થાપના ૧૮૬૮માં કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY