રાહુલ ગાંધી અને કોંગ્રેસની રાજનીતિ નિમ્ન કક્ષાએ પહોંચી : સ્મૃતિ ઈરાની

0
8

સુરત,તા.૨૧
સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજીત સોર્સ ઈન્ડીયા ૨૦૧૮ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નિવેદન પર વાર કરતાં કહ્યું હતું કે, પાર્લામેન્ટમાં ગળે મળી પ્રેમની રાજનીતિની વાતો કરનારા હવે ચોર કહી રહ્યાં છે. જે એમના સંસ્કારો દર્શાવે છે. આ તેમની નિમ્ન રાજનીતિ દર્શાવે છે.
સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસની રાજનીતિ નિમ્ન કક્ષાએ પહોંચી છે. એક તરફ પ્રેમની રાજનીતિની વાતો કરનારા અને પાર્લામેન્ટમાં વડાપ્રધાનને ગળે મળનારા હવે મોદીજીની ચોર કહી રહ્યાં છે. જે તેમના સંસ્કારોનો પરિચય આપે છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તાથી દૂર હોવાથી તેમના પ્રમુખ હવે બોખલાયા છે.
કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીનો વિવર્સો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા વાવટા દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિવર્સોને ૬૦૦ કરોડની ક્રેડિટ લેપ્સ મામલે કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય ન કરતાં વિવર્સો દ્વારા કાર્યક્રમ સ્થળની બહાર કાળા વાવટા ફરકાવી વિરોધ કરવાની સાથે સ્મૃતિ ઈરાની વિરૂધ્ધ નારેબાજી કરવામાં આવી હતી. વિરોધ કરનાર ફોગવા પ્રમુખ અશોક જીરાવાળા સહિતના લોકોની પોલીસે અટકાયત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY