વાપી,તા.૧૯
અચાનક જ કારમાં આગ લાગી હોવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. સેલવાસમાં અચાનક જ ગાડીમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. જાકે, ગાડીમાં બેસેલા પરિવારનો બચાવ થયો છે.
સેલવાસમાં વિનોબા ભાવે હોસ્પિટલ પાસેથી ઇકો કાર પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક જ કારમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો. જેના પગલે ડ્રાઇવરે ગાડી ઊભી રાખી હતી અને ગાડીમાં બેસેલા પરિવારને બહાર કાઢ્યા હતા. જાત-જોતામાં કારમાં આગ લાગી હતી અને બળીને ખાખ થઇ ગઇ હતી. કારમાં બેસેલો પરિવાર સુરતથી ફરવા આવ્યો હતો અને રિસોર્ટ તરફ જઇ રહ્યો હતો.
કારમાં આગ લાગતાં ફાયરબ્રિગેડને જાણ કરાઇ હતી. જે બાદ ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. વાયરીંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






