ન્યુ દિલ્હી,તા.૩
કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલની પ્રમુખ દિવ્યા સ્પંદનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક અહેવાલ મુજબ સ્પંદનાને પક્ષમાં કોઇ નવી જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ દિવ્યા સ્પંદનાને કોઇ મહત્વપૂર્ણ પદ પર નિમણૂંક કરવામાં આવે તેવી શકયતા છે.
જા કે હજી સુધી આ વાતને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે દિવ્યા સ્પંદના ત્યારે વિવાદ આવી હતી જ્યારે તેણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને વિવાદસ્પદ ટ્વીટ કર્યું હતું. ત્યાર બાદ તેના વિરુધ્ધ લખનઉમાં દેશદ્રોહ અને આઇટી એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.
જા કે સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલાને લઇને દિવ્યા સ્પંદનાએ રાજીનામું આપ્યું છે. આ ટિવટ બાદ દિવ્યા સ્પંદનાની ઘણી નિંદા થઇ હતી. સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યુ કે આમ કરીને દેશનું અપમાન કર્યું છે. પૂર્વ સાંસદ દિવ્યા સ્પંદનાએ રાફેલ ડીલને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હલ્લાબોલ કર્યું હતું.
તેણીએ પીએમ મોદીનો એક વિવાદાસ્પદ ફોટો ટિવટ કર્યો હતો. ત્યારબાદ વકીલ સૈયદ રિજવાન અહમદે લખનઉના ગોમતીનગર પોલીસ મથકમાં દેશદ્રોહ અને આઇટી એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





