લંડન,તા.૩
ઈંગ્લેન્ડના બ્રિસ્ટલમાં શાળાની એક ૨૯ વર્ષની શિક્ષિકાએ ૧૬ વર્ષના વિદ્યાર્થી સાથે વિમાનમાં જ શારીરિક સંબંધો બાંધ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ શિક્ષિકાએ એક સ્કૂલ ટ્રિપ દરમિયાન શાળાના સગીર વિદ્યાર્થી સાથે પ્લેનના ટાઈલેટમાં જ સેક્સ માણ્યું હતું. ત્યાર બાદ શિક્ષિકાએ સગીરને પોતે ગર્ભવતી બની હોવાની જાણકરી હતી.
આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. શિક્ષિકાનું નામ વિલસન છે. તેણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, તે સગીર વિદ્યાર્થી સાથે પ્લેનમાં સેક્સ માણ્યા બાદ ગર્ભવતી બની હતી. જાકે તેણે કોર્ટને કહ્યુ હતું કે, તે એબોર્શન કરાવી લેશે.
મળતી માહિતી અનુંસાર, મહિલા શિક્ષિકા અને વિદ્યાર્થીએ સ્કૂલ ટ્રીપ દરમિયાન ઘણો સમય સાથ વિતાવ્યો હતો. ત્યાર બાદ ટ્રીપમાંથી પાછા ફરતી વખતે બંનેએ દારૂ પણ સાથે જ પીધો હતો. ફ્લાઈટમાં વિલસને વિદ્યાર્થીને ઈશારો કરી બોલાવ્યો હતો. ત્યાર બાદ બંનેએ ટોઈલેટમાં જ શારીરિક સંબંધ બાંધ્યા હતાં. બાદમાં તેઓ પોતા પોતાની સીટ પર આવીને બેસી ગયા હતાં. આ વાત બંને વચ્ચે જ રહી હતી.
ઘરે પરત ફર્યા બાદ પણ બંને વચ્ચે સંબંધો યથાવત રહ્યાં હતાં. બંને અવારનવાર સાથે ફરવા પણ લાગ્યા. બંનના સંબંધોની ચર્ચા શાળામાં પણ થવા લાગી હતી. વિલસને આ મામલે સ્કૂલ હેડે પુછ્યું પણ હતું, જેનો શિક્ષિકાએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
જાકે થોડા દિવસ બાદ શિક્ષિકાએ અચાનક જ રાજીનામું આપી દીધું હતું. હાલ સમગ્ર મુદ્દો કોર્ટમાં છે અને સુનાવણી ચાલી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





