પીએમ મોદી ૨૧ ડિસેમ્બરે કેવડિયા ખાતે ડીજી કોન્ફરન્સમાં હાજરી આપશે

0
8

કેવડીયા,તા.૨૪
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ત્રણ દિવસની ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ ડિસેમ્બરે હાજરી આપશે. અને તેઓ ૨૨ ડિસેમ્બરે દિલ્હી પરત ફરશે. જ્યારે ૨૦ ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ડીજી કોન્ફરન્સમાં આવશે.
આગામી ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ રાજ્યોનાં પોલીસ વડાની ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ ડિસેમ્બરે ડીજી કોન્ફરન્સમાં હાજરી આપશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. અને તેઓ ૨૨ ડિસેમ્બરે દિલ્હી પરત ફરશે. જ્યારે ૨૦ ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ડીજી કોન્ફરન્સમાં આવશે. આ બેઠકમાં દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા ઉપરાંત બાહ્ય પડકારો આંતકવાદ, ત્રાસવાદ અને નક્સલવાદને નાથવા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની સાથે સાથે દેશના તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના ડીજી સહિત એસપીજી, આઇબી, બીએસએફ, સીઆરપીએફ, સીઆઇએસએફ, આઇટીબીપી, એસએસબીસીનાં ડીજી પણ આ કોન્ફરન્સમાં હાજરી આપશે.
વડાપ્રધાનની મુલાકાતને પગલે આગામી ૨૦થી ૨૨ ડિસેમ્બર સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે. અને આ ત્રણેય તારીખો દરમિયાન ઓનલાઇન બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY