સુરત,તા.૨૪
સુરતના ખટોદરામાં લૂંટ કરતી ગેંગ ઝડપાઈ છે. પાંડેસરામાંથી ૫ આરોપી સહિત એક બાળકિશોરની ધરપકડ કરવામાં આવી છે. વેસુ અને સિટીલાઈટ વિસ્તારમાં લૂંટ કરી હતી. આરોપીઓએ એક જ દિવસમાં ૫ લૂંટને અંજામ આપ્યો હતો.
સુરત શહેરમાં ચોરી અને લૂંટની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. સુરતના ખટોદરા વિસ્તારમાં લૂંટ કરતી એક ગેંગ ઝડપાઇ ગઇ છે. સુરત ક્રાઇમબ્રાન્ચે પાંડેસરા વિસ્તરમાંથી ૫ આરોપી સહિત એક બાળકિશોરને ઝડપી પડ્યો છે. આરોપીઓએ અન્ય આરોપીની જન્મ દિવસની ઉજવણી માટે રાહદારીને ચપ્પુ મારી લૂંટ કરી હતી.
સુરતના પોષ વિસ્તાર વેસુ અને સિટીલાઈટ વિસ્તારમાં પણ આ લૂંટારુ ટોળકીએ લૂંટ કરી હતી. આરોપીઓએ એક જ દિવસમાં ૫ લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીઓ પાસેથી ૧ લાખ ૧૩ હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. તેમજ આગળની તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





