ગાંધીનગર,તા.૩
એકજ જગ્યાએ ત્રણ વર્ષથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવા ચૂંટણીપંચ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને સૂચના આપવામાં આવી છે એક જ જગ્યાએ ત્રણ વર્ષ કે તેથી વધુ સમય માટે ફરજ બજાવતા પોલીસ કર્મચારી ૩૧-૫-૨૦૧૯ સુધીમાં ત્રણ વર્ષ પુરા થતાં હોય તેની સાગમટે બદલી કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે પોલીસ મહાનિર્દેશક (વહીવટ) ટી.એસ.બિષ્ટ દ્વારા રાજ્ય પોલીસ તમામ કમિશરેટોને લેખિત આદેશ કરીને ૧૦ દિવસમાં વિગતો પુરી પાડવાના આદેશ થયા છે અત્રે નોંધવું જરૂરી છે કે, આ તમામ કર્મચારીઓને તેમના વતનના જિલ્લા તથા વિધાનસભા મત વિસ્તારની બહાર મુકવામાં આવનાર છે.
આ લેખિત આદેશમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ યાદીમાં ૮ જેટલી બાબતો માંગવામાં આવી છે જેમાં વતનના જિલ્લાના કારણે કરવાની થતી બદલી ૩૧-૫-૧૯ના રોજ ચાર વર્ષ ફરજ પૈકી એક જ જિલ્લામાં યુનિટમાં ત્રણ વર્ષથી વધુ સમય પૂર્ણ કરેલ હોય તેવા પો.સ.ઈ.ની યાદી સેવાપોથી મુજબ વતન, ગામ, જિલ્લો અને તાલુકો, બદલીપાત્ર અધિકારીની બ્રાંચમાં પસંદગીના ત્રણ વિકલ્પો, અગાઉ ચૂંટણી કમિશને શિક્ષા કરી હોય તેની વિગતો ૩૦-૧૧-૨૦૧૯ સુધીમાં કર્મચારી નિવૃત થાય છે કે કેમંં અને અગાઉ લાકેસભાની ચૂંટણીમાં ફરજ બજાવેલ સ્થળની વિગતો માગવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



