તિરુવનંતપુરમ્,તા.૩
તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે પણ કેરળનાં મુખ્યમંત્રી વિજયને સબરીમાલા ટેમ્પલને વિનંતી કરતા કહ્યું કે, સુપ્રિમ કોર્ટનાં આદેશનો સ્વીકાર કરે અને રાજ્ય સરકાર મહિલાઓ માટે સબરીમાલા ખાતે જરૂરી વ્યવસ્થા ઉભી કરશે.
સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.
હવે, સબરીમાલા મંદિરના સંચાલકો આ આદેશને સ્વીકારે એ જરુરી છે. મંગળવારે ૮,૦૦૦ જેટલી મહિલાઓએ સુપ્રિમ કોર્ટનાં આ આદેશ સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આ વિરોધ પ્રદર્શન સ્થાનિક રાજવી પરિવારની આગેવાનીમાં યોજાયું હતું.
સબરીમાલા મંદિરનું સંચાલન ટ્રાવનકી દેવસ્થાન બોર્ડ દ્વારા કરવામાં આવે છે. જા કે, સુપ્રિમ કોર્ટનાં આ આદેશ સામે બોર્ડ રિવ્યુ પિટીશન દાખલ કરશે કે નહીં એ વિશે કોઇ ચોખવટ કરી નથી.
જા કે, કેરળ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ અંગે સરકાર કોઇ રિવ્યુ પિટીશન દાખલ કરી નથી. મુખ્યમંત્રી પીનારવી વિજયને ચોખવટ કરી છે કે, રાજ્ય સરકાર રિવ્યુ પિટીશન દાખલ નહીં કરે. તેમણે એમ કહ્યું કે, રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટનાં આ આદેશ બાદ, સબરીમાલા મંદિર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળળવા માટે વ્યવસ્થા કરશે. સુપ્રિમ કોર્ટનાં આદેશને અમે સ્વાકારીએ છીએ અને કોઇ પણ મહિલાને સબરીમાલા મંદિરમાં જતા રોકી શકાશે નહી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




