૨૦૨૦ સુધીમાં માર્કેટમાં આવી જશે
રોમ,તા.૩૧
આર્થિક મેગેઝિન ‘ફોર્બ્સ’ના જણાવ્યા મુજબ, ઇઝરાયેલી વૈજ્ઞાનિકોની એક ટીમે દાવો કર્યો છે કે તેઓ દુનિયાના સૌથી પહેલા કેન્સરના ‘સંપૂર્ણ ઈલાજ’ને તૈયાર કરવાના ફાઇનલ સ્ટેજમાં છે.
કેન્સરના આ સંપૂર્ણ ઇલાજને એક્સલરેટેડ ઈવોલ્યૂશન બાયોટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે જેનું નામ ”MuTaTo” છે. દર્દીઓ માટે તે આવતા વર્ષની શરૂઆતમાં ઉપલબ્ધ થઇ શકે છે. વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે, આ ઈલાજ અસરકારક, સસ્તો અને ઓછામાં ઓછી સાઈડ ઈફેક્ટવાળો હશે. ”MuTaTo” કેન્સરના કોષને જ ટાર્ગેટ કરશે અને જે હેલ્ધી કોષ હશે એને છોડી દેશે. યાને તે અત્યારની સારવાર પદ્ધતિથી અલગ, તે કેન્સરના કોષોને મારવા માટે તંદુરસ્ત કોષોને કોઈ જ નુકસાન નહીં પહોંચાડે.
કંપનીના ચેરમેન ડેન અરિડોરે જણાવ્યું કે, ‘આ ઈલાજ પહેલા દિવસથી કામ શરૂ કરી દેશે અને થોડાં જ અઠવાડિયાંમાં એ એનું કામ કરી દેશે અને એ પણ નહિવત સાઈડ ઇફેક્ટ્સ સાથે. આ સારવાર હાલમાં માર્કેટમાં મળતી કેન્સરની સારવાર કરતાં સસ્તી હશે.
વૈજ્ઞાનિકોએ ઉંદર પર આ ઇલાજનો સફળ પ્રયોગ કરી લીધો છે અને હવે તેઓ આ ઇલાજને લોકો પર ટ્રાય કરવા માટે તૈયાર છે. જા આ પ્રયોગ સફળ રહ્યો તો લાખો લોકોની જિંદગી બચાવી શકાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




