સુરત, તા.૧૨
રૂપિયા ૨૭.૮૪ લાખની કિંમતના ડ્રેસ મટીરિયલ્સ ખરીદી પેમેન્ટ આપનાર યુ.પી.ના વેપારી પરિવાર સામે સુરત વેપારીએ મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેસુ કેનાલ રોડ ડ્રીમ હેરીટેજ ખાતે રહેતા વેપારી સંજીવકુમાર શ્રીદેશરાજ તનેજાએ આરોપી ઈશાન રાકેશ મોગા, રાકેશ મોîગા, વિશાલ મોગા, પ્રિયંક મોગા (સ્ટવ ફેક્ટરી નજીક, સારંગપુર, ઉત્તર પ્રદેશ) વિરુદ્ધ ફીરયાદ નોંધાવી હતી. આરોપીઅોએ પોતે વેપારી હોવાનો વિશ્વાસ અપાવી ફરિયાદીની કુબેરજી હાઉસમાં આવેલી દુકાનમાંથી રૂ. ૨૭,૮૪, ૮૫૯ કિંમતના ડ્રેસ મટીરિયલ્સïનો જથ્થો ખરીદી આજદિન સુધી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત – છેતરપિંડી કરી હતી. તેમજ પેમેન્ટના બદલામાં ફોન ઉપર ધમકીઅો આપતા હતા. બનાવ અંગે મહિધરપુરાï પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



