ગાંધીનગર,તા.૨
બેદરકાર પોલીસની હવે ખેર નથી, પીસીઆર વાન લગાવવાનો કર્યો આદેશ પીસીઆર વાનમાં નોકરી કરતાં પોલીસ કર્મચારીઓ કામચોરી કરવા જીપ પાર્ક કરીને સૂઇ જતા હોય છે…
કોઈ પણ જગ્યા પર કોઈ પણ આકસ્મિક ઘટના બને તો તુરંત પોલીસની સેવા મળી રહે તે માટે રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાન ફાળવવામાં આવેલી છે, પરંતુ કેટલાક બેદરકાર અને આળસુ પોલીસકર્મી પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક કરવાને બદલે જ્યાં-ત્યાં જીપ પાર્ક કરી ગપ્પા બાજી કરે છે કાં તો સુઈ જતા હોય છે. આવા પોલીસકર્મીઓની હવે ખેર નથી. કારણ કે સીએમ વિજય રૂપાણીએ પોતાના જન્મ દિવસે નાગરિકોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લઈ, પોલીસની જીપ પીસીઆર વાનમાં જીપીએસ લગાવવાનો આદેશ કર્યો છે.
મળતી માહિતી મુજબ, સીએમ વિજય રૂપાણી આજે પોતાનો જન્મ દિવસ મનાવી રહ્યા છે, ત્યારે તેમણે આજે ગૃહખાતાને આદેશ કર્યો છે કે, તમામ પીસીઆરવાનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે, જેથી નાગરીકોની રક્ષા માટે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસનો રિયલ ટાઈમ જાણી શકાય. ગુજરાત પોલીસની દરેકવાનમાં હવે જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. જેથી નાગરીકોને ઝડપીમાં જડપી પોલીસની મદદ મળી શકશે. પોલસનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધીમાં જીપીએસના અભાવે યોગ્ય રીતે પોલીસ વાનનું મોનિટરિંગ કરી શકાતુ ન હતું. હવે પેટ્રોલિંગમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મી સામે કાયદેસરની કાર્યવાહી થશે.
(જી.એન.એસ)
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



