ન્યુ દિલ્હી,તા.૨
દેશના ૪૩,૦૦૦ ગામોમાં મોબાઇલ ફોન સર્વિસ ઉપલબ્ધ નથી તેમ ટેલિકોમ પ્રધાને આજે સંસદમાં જણાવ્યું હતું. ૪૩૦૦૦ પૈકી ઓડિશામાં સૌથી વધુ ૯૯૪૦ ગામોમાં મોબાઇલ સર્વિસ ઉપલબ્ધ નથી.
ટેલિકોમ પ્રધાન મનોજ સિંહાએ લોકસભામાં એક પ્રશ્રના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ૨૦૧૮ના સર્વે મુજબ ૨૭ જુલાઇ, ૨૦૧૮ના રોજ ૪૩,૦૦૮ ગામોમાં મોબાઇલ સર્વિસનું આગમન થયું નથી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ ૫,૯૭,૬૧૮ ગામો છે. ઓડિશા પછી મહારાષ્ટ્રમાં ૬૧૧૭ ગામો, મધ્ય પ્રદેશના ૫૫૫૮ ગામોમાં હજુ પણ મોબાઇલ સર્વિસ નથી.
ચંડીગઢ, દાદરા નગર હવેલી, દમણ અને દીવ, દિલ્હી, કેરળ અને પુડુચેરીના તમામ ગામોમાં મોબાઇલ સેવા ઉપલબ્ધ છે. સિંહાના જણાવ્યા અનુસાર દેશના ૯૭ ટકા વિસ્તારમાં ટુ-જી મોબાઇલ નેટવર્ક જ્યારે ૮૮ ટકા વિસ્તારમાં થ્રી-જી અને ફોર-જી મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ છે.
(જી.એન.એસ)
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




