દુકાનદાર સાથે ઝઘડા બાદ પોલીસે માર મારતાં મહિલાને ૧૦ ટાંકા આવ્યા

0
17

સુરત,તા.૪
પાંડેસરામાં નાગસેનનગરમાં વિશાલ રહે છે. તે ઘરેથી થોડા અંદરે કાલુના દુકાને દીકરીને લઈને ખરીદી કરવા ગયો હતો. દુકાને કાલુની માતા બેસેલી હતી. વિશાલે ૧૦ રૂપિયા આપ્યા હતા જાકે કાલુની માતાનું કહેવું હતું કે વિશાલે રૂપિયા નહીં આપ્યા. તેના માટે બંને વચ્ચે ઝગડો થયો હતો. થોડા સમયમાં કાલુની માતાએ જાણ કરતા પોલીસ વિશાલના ઘરે ગઈ હતી. ત્યાં વિશાલ સાથે વિવાદ થતા પોલીસે વિશાલને મારવાનું શરુ કર્યું હતું. તેને બચાવવા તેની પત્ની બાલી (૩૦ વર્ષ) વચ્ચે પડી હતી.
પોલીસે બાલીને પણ માથામાં દંડા મારી દીધા હતા. તેના કારણે તેના માથામાં લોહી વહેવા લાગ્યું હતું. ત્યાર બાદ પોલીસ ત્યાંથી ગઈ હતી. બાલીને સારવાર માટે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાં તેનીના માથામાં ૧૦ થી વધુ ટાંકા આવ્યા હતા. આ બાબતે રાત્રે પાંડેસરા પોલીસને પુછતા તેઓએ કોઈ પણ બનાવ બન્યો હોવાનો ઇનકાર કર્યો હતો. જા કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં દુકાનદાર અને મહિલા અને તેનો પતિ સહિતના લોકોના ટોળા દેખાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY