પોલીસ ચોકીની પાસે દારૂનો અડ્ડો હોવાથી PSI સહિત ત્રણ સસ્પેન્ડ

0
106

સુરત,

વરાછા લાભેશ્વર ચોકીની બાજુમાં જ ચાલતા દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયાં બાદ પોલીસ કમિશ્નરે લાભેશ્વર ચોકીના પી.એસ.આઈ. સહિત ત્રણને સસ્પેન્ડ કર્યા છે. જો કે, દારૂના અડ્ડાની પરવાનગી આપનાર વરાછા પોલીસ મથકના બે વહીવટદારો તેમજ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી.

સુરતના વરાછા વિસ્તારમાં લાભેશ્વર પોલીસ ચોકીની બાજુમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડાનો વિડીયો ગતરોજ વાયરલ થયો હતો. શોપીંગ સેન્ટરના પહેલા માળે બિયરબારની જેમ વેચાતા દારૂની હકીકત જાહેર કરતાં વિડીયો અંગે પોલીસ કમિશ્નરે કાર્યવાહી કરવા સૂચના આપતાં વરાછા પોલીસે દરોડો પાડી રૃ. ૪૫૦૦ ના દારૂ સાથે બુટલેગર નારાયણ જીવણ શાહુની ધરપકડ કરી હતી. જ્યારે નારાયણના ભાઈ અજય અને અન્ય એક યુવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

દરમિયાન, પોલીસના નાક નીચે ચાલતા દારૂના અડ્ડા બાબતે પોલીસ કમિશ્નરે વધુ કડક કાર્યવાહી કરતા લાભેશ્વર ચોકીના પીએસઆઈ કુરેશી, રાઈટર સુરેશ મેનીયા અને ડી સ્ટાફના કોન્સ્ટેબલ મુકેશ પુંડલીને આજેરોજ સસ્પેન્ડ કરી દીધા હતા.

જો કે, પોલીસ કમિશ્નરે દારૂના અડ્ડા માટે પરવાનગી આપનાર વરાછા પોલીસ મથકના બે વહીવટદારો ઈન્દ્રજીત અને ધર્મેન્દ્રસિંગ તેમજ અન્ય અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી ન કરતાં આશ્ચર્ય સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે દારૂ-જુગારના અડ્ડા ચલાવવા માટે પરવાનગી વહીવટદારો મારફત અધિકારીઓ જ આપે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY