ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એ-ડિવિઝન પોલીસના સંયુક્ત દરોડામાં જુગાર રમતા 13 જુગારીઓને ઝડપી પડ્યાં.

0
350

ભરૂચ:
ભરૂચ જિલ્લા એસ.પી. સંદીપ સિંહ દ્રારા જિલ્લામાં ચાલી રહેલ ગુનાકીય કાર્યવાહી અટકાવવા માટે આપેલ સૂચના મુજબ ગત રોજ સાંજના ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા જુગાર ના સંયુક્ત દરોડામાં કુલ ૧૩ આરોપીઓ ઝડપી પાડેલ છે.
બનાવ ની મળતી માહિતી મુજબ ગતરોજ સાંજના ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ ને મળેલ બાતમી ના આધારે લિંક રોડ પર આવેલ રંગ પ્લેટિનમ ટાવરના સાતમાં માળ પર ફ્લેટ નંબર ૭૦૪ માં પત્તા પાનાંનો જુગાર ચાલતો હોઈ ત્યાં રેડ કરતાં જુગાર રમતાં ૧) નીતેશ હરીશ પટેલ રહે. રંગ પ્લેટીનીયમ ટાવર એક ૭ મો માળ ફ્લેટ નંબર ૭૦૪ મૂળ રહે. ૨૪૦/૭ વૈકુંઠ ૦૨ એરપોર્ટ નજીક વડોદરા, (૨) શંકર રવિન્દ્રભાઈ મિત્રા રહે. અયોધ્યા નગર મકાન ન ૨૮૯૧, ભરૂચ (૩) રવીન્દ્રભાઈ કાલ્પ્પા ભંડારી રહે.એ.૨૦ મહાવીરનગર આનંદનગરની બાજુમાં અંજતા નગર પાસે ભરૂચ, (૪) કલ્પેશ નટવરલાલ રાણા રહે. ૧૧૨૯ ગાયત્રીનગર લિંક રોડ ગુજરાત હાઉસીન્ગ બોર્ડ, (૫.) કલ્પેસ ઉર્ફે ડુંગી નટવર રાવલ રહે.ધોળીકુઈ રાવલીયાવાડ ફળિયું ભરૂચ, (૬)પ્રતિક બિપિન ચંદ્ર કાયસ્થ સોનેરી મહેલ ગોલવાડ મકાન નંબર ૪૭૯ ભરૂચ (૭) રવીન્દ્ર સુખલાલ વસાવા રહે. ગામડિયા વાલ બંબાખાના મકાન નંબર ૧૯૨, (૮) જીગ્નેશ ઉર્ફે ભયલુ કનુભાઈ રાણા રહે. મહાવીર સોસાયટી રેલ્વે ક્રોસિંગ પાસે શક્તિનાથ ભરૂચ, (૯). દીપક ભાયલાલ ભાઈ બારૈયા રહે. નાદેલાવ અંજુમ પાર્ક (૧૦) અંકુર મુલચાદભાઈ પરમાર રહે. મકાન નંબર ૧૧,૧૨,૧૩, (૧૧) પ્રશાંત ધર્મરાજ પાટીલ રહે. આનંદનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરૂચ (૧૨) વિક્રાંત અરવિંદ પટેલરહે. દશાન પંચાયત પાસે (૧૩), અક્ષય નટવરલાલ રાણા રહે. અયોધ્યાનગર મકાન નબર ૨૨૭૦ નાઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતાં. પોલીસે આ જુગરીઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૬૬,૭૫૦/ અને દાવ ઉપરથી મળેલ રકમ રૂ.૧૩,૭૫૦/- રોકડા મોબાઈલ ફોન કુલ નંગ ૧૩ કિંમત રૂ.૧,૦૪,૦૦૦ વાહન નંગ ૫ કિંમત રૂ.૪,૯૦,૦૦૦/- જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત રૂ.૬.૭૪.૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો કરી જુગાર ધરાની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજી અન્ય રેડમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ના ડી સ્ટાફ ના માણસો દ્રારા સોનેરી મહેલ મલેકવાડ માં આવેલ મકાન નંબર બી/૫૦૨ માં જુગાર ચાલતો હોઈ ત્યાં જઈને રેડ કરતાં ઘરમાં જુગાર રમતાં (૧) અરબાઝ મહંમદ અલી પઠાણ.રહે ભરૂચ સોનેરી મહેલ ફલક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૫૦૮ (૨) અકબર મદારી રમઝાન શેખ રહે,ભરૂચ ઈન્દિરાનગર ઝૂંપડપટ્ટી. (૩) મોઈન મકસુદ વલી કાળા રહે,આપના ચિકન, કસક સર્કલ (૪) આસિફ મહંમદ હુસેન શેખ રહે, સોનેરી મહેલ (૫) ઈમરાન મહંમદ શેખ રહે, સોનેરી મહેલ (૬) જાબીર ગુલામ મહંમદ મલેક રહે, સોનેરી મહેલ મલેકવાડ ના ઓ પોલીસ ના હાથે જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયેલ. અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૨૩,૭૩૦/- દાવ પર લગાવેલ સાથે જ રૂ.૧૨,૦૦૦/-અને મોબાઈલ ફોન નંગ ૪ જેની કિંમત રૂપિયા ૫૫૦૦/- મળીને કુલે રૂ.૪૧,૨૩૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દ્રારા થઈ રહેલ રેડના લીધે જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.
જોકે મળતી માહિતી મુજબ એક ઇસમને કાયદો તોડવાનો શોખ જાગ્યો હોય એમ ફોર વહીલના પાછળના ભાગે નંબર પ્લેટ પણ ન હતી. જોકે આ અંગે પોલીસતંત્ર આવા ઈસમો સામે ઉદાહરણરૂપી કાયદેસરની કાર્યવાહી કરે એમ લોકમાંગ ઉઠી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY