લીંબયાતમાં સાંઈબાબા મંદિર નજીક નવાનગરમાં રહી કારખાનામાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કૈલાસ જીપા કોળીએ સચીન જીઆઈડીસી ના પુષ્પક નગર નજીક રાજેશસીંગની ચાલમાં રહેતા પવન રામલાલ વર્માને રૂ. ૫૦ હજારહાથ ઉછીના આપ્યા હતા, કૈલાશના પુત્રના લગ્ન નક્કી થતા તેને પૈસાની માંગણી કરી હતી પરંતુ પવન વર્માએ પૈસા આપવાને બદલે પોતાના મિત્રો વરૂણકુમાર તથા અસલમ પઠાણ સાથે મળી કૈલાસને પૈસાઆપવાનું કહીને કછોલીગામની સીમના ખેતરમાં લઈ જઈ તેનીહત્યા કરી હતી, બાદમાં લાશને કોઈ ઓળખ ન થાય તે માટે પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવી હતી. ઘટના અંગે સચીન જીઆઈડીસી પોલીસને જાણ થતાં પોલીસે તા.૦૧-૧૦-૨૦૧૭ના રોજ લાશનો કબજો લઈ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તપાસ દરમિયાન કૈલાશની હત્યા પવન અને તેના મિત્રોએ કરી હોય પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. દરમિયાન પવન વર્માએ એડવોકેટ નરેશ ગોહિલ મારફતે સુરત કોર્ટમાં જામીન મુક્ત થવા માટે અરજી કરી હતી. જેમાં જણાવ્યુંહતું કે, પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા જે જગ્યાએ પેટ્રોલ ખરીદ્યું હતું તે જગ્યાના સીસીટીવી કેમેરા પણ ચેક કરી ફૂટેજ મેળવીને સીડી બનાવી હતી, પરંતુ પોલીસે આ સીડીને એફએસએલમાં મોકલી ન હતી અને ચાર્જશીટમાં પણ ઉલ્લેખ કર્યો ન હતો. આ અંગે કોર્ટે ગંભીર નોંધ લઈ એસીપી કક્ષાના અધિકારી તપાસ કરાવી યાદી કરવા માટે પોલીસ કમિશનરનેહુકમ કરતા સમગ્ર
શહેર માં ચકચાર મચી જવા પામી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"