ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના ખેડૂત મિત્રો માટે વર્ષ-૨૦૧૮-૧૯ દરમ્યાન આઇ ખેડૂત પોર્ટલ સહાય માટે ઓનલાઇન અરજી કરી શકાશે

0
77

ભરૂચઃ
વર્ષ – ૨૦૧૮-૧૯ સરકારની બાગાયત વિભાગની યોજનાઓમાં વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે તા.૦૫/૦૫/૨૦૧૮ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. જે ખેડૂતમિત્રો બાગાયત ખાતાની યોજનામાં વર્ષ-૨૦૧૮-૧૯ દરમ્યા્ન લાભ લેવા માંગતા હોય તેઓએ સાઇટ પર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટ૦ર કે કોઇ ખાનગી ઇન્ટ રનેટ ઉપરથી અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક દમ્યાાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ અને નેશનલાઇઝ બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને સહાયનો લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો દિન-૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, ગુજરાત ગેસ કં.ની સામે, સોનતલાવડી, ભોલાવ, ભરૂચ ખાતે અચુક જમા કરાવવા નાયબ બાગાયત નિયામક – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY