મનપાના અધિકારીઓ પર પથ્થરમારો થતા પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ

0
6

સુરત,તા.૬
વરાછા ખાતે આવેલા ટાંકલી ફળિયામાં મનપાના અધિકારીઓ ઢોર પકડવા પહોંચ્યા હતા ત્યારે ઢોર મહોલ્લામાં દોડા દોડી કરી મુકતા અફરા તફરી મચી ગઇ હતી. મહોલ્લાના લોકોએ મનપાના અધિકારીઓ પર પથ્થરમારો કરતાં મામલો બિચકિયો હતો. વરાછા પોલીસે ઘટના સ્થળે પહોંચીને હળવો લાઠીચાર્જ કરીને મામલો કાબૂમાં લીધો હતો. જાકે ફરિયાદ કરવા ગયેલા લોકોને માર મરાયો હતો અને વાહનોમાં તોડફોડ કરાઈ હતી.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ એસઆરપીની ટુકડીને સાથે રાખીને વરાછાના ટાંકલી ફળિયામાં ઢોર પકડવા માટે ગયા હતા. બચવા માટે ઢોરોએ મહોલ્લામાં દોડા દોડી કરી હતી અને તેને કારણે મહોલ્લાના લોકો અને મનપાના અધિકારીઓ વચ્ચે ચકમક ઝરી હતી. મહોલ્લાના લોકોનું કહેવું એમ હતું કે મોડી રાત્રે અધિકારીઓ ઢોર પકડવા આવે તેથી ઢોર ગમે તેમ દોડે તો મહોલ્લામાં રમતાં બાળકો અડફેટે આવી જાય અને અકસ્માત સર્જાઇ શકે તેમ છે.
વાતચીત ઉગ્ર બનતાં મામલો વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ અરસામાં મનપાના અધિકારીઓ ફરી ટાંકલી ફળિયામાં ઢોર પકડવા જતાં મામલો બિચકિયો હતો અને લોકોએ ભેગા મળીને મનપાના અધિકારીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેથી એસઆરપી અને વરાછા પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠી ચાર્જ કરીને લોકોના ટોળાને વિખેરી નાખ્યું હતું. બાદમાં ૨૦૦ જેટલા પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY