વોટ્‌સએપ ઉપર મિત્રતા બાંધી યુવકે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું

0
17

સુરત,તા.૯
ખાસ કરીને સોશિયલ મીડિયા થકી છેતરપીડિં કરવાના કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. તો બીજી તરફ આ માધ્યમનો ઉપયોગ કરીને યુવકો યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચતા હોવાની ફરિયાદો પણ નોંધાતી રહે છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જેમાં વોટ્‌સએપ થકી ચેટિંગ કરીને પરિણીતા સાથે મિત્રતા બાંધ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું.
માહિતી પ્રમાણે સુરતના કતારગામમાં રહેતા રત્નકલાકારે વોટ્‌સએપ દ્વારા એક પરિણીતા સાથે મિત્રતા બાંધી હતી. ત્યારબાદ આ રત્નકલાકારે પરિણીતાને કડોદરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસ અગાઉ જ રત્નકલાકાર અને પરિણીતા સોશિયલ મીડિયા ઉપર મિત્ર બન્યા હતા. પરિણીતાને ફસાવીને રત્નકલાકારે છોકરાઓને મારી નાખવાની ધમકી આપીને હવશનો શિકાર બનાવી હતી.
આ અંગે પરિણીતાએ કતારગામ પોલીસમાં રત્નકલાકાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે રત્નકલાકાર પરેશ ચૌહાણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે, પાંડેસરા-નાગસેન નગરમાં રહેતો ૧૭ વર્ષીય કિશોર મૂળ મહારાષ્ટ્રનો વતની છે. કિશોર બે માસ પહેલા જ વતનથી સુરતમાં પાંડેસરા રહેતી બહેનના ઘરે આવ્યો હતો. રખડતું-ભટકતું જીવન ગુજરાતો યુવક પડોશીના ઘરમાં જ પડ્યો પાથર્યો રહેતો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY