રાજકારણમાં વચનો આપવા ખોટું નથી પણ વચનો આપીને લોકોને બેવકૂફ બનાવો એ ખોટું છે

0
25

પેટ્રોલ અને ડીઝલના બેફામ ભાવવધારા સામે કાંગ્રેસ સહિતના વિરોધપક્ષોએ આપેલું ‘ભારત બંધ’નું એલાન પસાર થઈ ગયું પણ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો મામલો હવે રાજકીય યુધ્ધમાં ફેરવાઈ ગયો છે. આ બંધના એલાનની આગેવાની કાંગ્રેસે લીધેલી એટલે ભાજપે બંધની હવા કાઢી નાંખવા કાંગ્રેસને નિશાન બનાવી. ભાજપ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં માહિર છે ને ભાજપ જારવાર બન્યો છે તેમાં સોશિયલ મીડિયાનો ફાળો મોટો છે. કાંગ્રેસને ભાંડવા માટે ભાજપે સોશિયલ મીડિયાનો જ સહારો લીધો પણ આ વખતે તેના હાલ થઈ ગયા. ભાજપના નેતાઓએ ઉત્સાહમાં ને ઉત્સાહમાં સોમવારે ટિ્વટ કરીને એવું સાબિત કરવાની કોશિશ કરી કે, અત્યારે પેટ્રોલ-ડીઝલમાં જે ભાવવધારો થયો છે એ તો કંઈ નથી, કાંગ્રેસના શાસનના દસ વરસમાં અમારા કરતાં પણ વધારે ભાવવધારો થયેલો.
ભાજપે ગ્રાફિક મૂકીને મે, ૨૦૦૪માં કાંગ્રેસ સત્તા પર આવી ત્યારે પેટ્રોલના ભાવ શું હતા ને ૨૦૧૪માં કાંગ્રેસ ઘરભેગી થઈ ત્યારે શું સ્થિતિ હતી તેની સરખામણી કરતો ગ્રાફ મૂકેલો. કાંગ્રેસના દસ વરસના શાસનમાં પેટ્રોલનો ભાવ ૭૬ ટકા વધેલો જ્યારે અમારા સવા ચાર વરસના શાસનમાં તો ૧૩ ટકા જ વધ્યો છે એવું સાબિત કરવા આ ગ્રાફ મુકાયેલો. એ જ રીતે ડીઝલના ભાવમાં પણ કાંગ્રેસના દસ વરસના કારભારમાં ૮૪ ટકાનો ઘટાડો થયેલો જ્યારે અમારા રાજમાં તો ૨૮ ટકા જ ભાવ વધ્યો છે એવું બતાવાયેલું. આ ગ્રાફ તૈયાર કરનારા અણઘડ લોકો હશે એટલે તેમણે ભાજપ શાસનમાં પેટ્રોલ ને ડીઝલના ભાવનો ગ્રાફ અગાઉનાં વરસો કરતાં નીચો બતાવ્યો તેમાં કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી જેવો ઘાટ થઈ ગયો.
આ ગ્રાફ પ્રમાણે ૨૦૧૪માં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૧.૪૧ રૂપિયા હતો જ્યારે અત્યારે પેટ્રોલનો ભાવ રૂપિયા ૮૦.૭૩ છે. મતલબ કે, અત્યારે ભાવ વધારે છે ને છતાં ગ્રાફ નીચો બતાવ્યો તેમાં ભાજપવાળા ભેરવાઈ ગયા ને તેમનો રીતસરનો પોપટ થઈ ગયો. આપણે ત્યાં સોશિયલ મીડિયા પર લોકો બહુ સક્રિય છે ને કેટલાક તો ટાંપીને જ બેઠા હોય છે કે કશુંક બજાવવા જેવું મળે ને ચડી બેસીએ. ભાજપે તેમને મોકો આપી દીધો એ સાથે જ એ બધા મચી પડ્યા ને ભાજપની ઢોકળી ધોઈ નાંખી. ભાજપવાળા પોતાને સોશિયલ મીડિયાના ખાં ગણે છે પણ આ વખતે સોશિયલ મીડિયાએ જ તેમની બેન્ડ બજાવી દીધી ને એ હાલત કરી નાંખી કે ભાજપવાળા ચોખવટો કરવા માટે દોડતા થઈ ગયા.
ભાજપના ભોટ નમૂનાઓએ મોકો આપ્યો એટલે કાંગ્રેસવાળા પણ કસર છોડે ? તેમણે પણ સોશિયલ મીડિયા પર પોતાની ફોજ ઉતારી દીધી ને ભાજપની બરાબરની મેથી મારી લીધી. ભાજપના ગ્રાફ સામે કાંગ્રેસે પોતાના ગ્રાફ મૂક્્યા છે ને તેમાં કાંગ્રેસની સત્તા ગઈ ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ શું હતા ને અત્યારે શું છે તેની વાત કરી છે. કાંગ્રેસના દાવા પ્રમાણે એ વખતે ક્રૂડના ભાવ વધારે હતા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા હતા. કાંગ્રેસે સત્તા છોડી ત્યારે હતા તેની સરખામણીમાં અત્યારે ક્રૂડના ભાવ ૩૪ ટકા ઘટ્યા છે છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. એ જ રીતે કાંગ્રેસે અત્યારે ક્રૂડના જે ભાવ છે એટલા ભાવ કાંગ્રેસ શાસનમાં હતા ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ શું હતા તેનો ગ્રાફ પણ મૂક્્યો છે. એ વખતે પેટ્રોલના ભાવ ૪૪ રૂપિયાની આસપાસ હતા જ્યારે અત્યારે ૮૦ રૂપિયાને પાર થઈ ગયા છે ને મહારાષ્ટ્રમાં કેટલાક ભાગમાં તો મંગળવારે પેટ્રોલ ૯૦ રૂપિયા થઈ ગયું.
કાંગ્રેસે પણ આ ગ્રાફ મૂકવામાં ચાલાકી તો કરી જ છે પણ ભાજપ માટે તકલીફ એ છે કે, ભાજપ તેની વાત કરી શકે તેમ નથી. બાકી તેના માટે નવી હોળી સળગે ને નવા ખુલાસા કરવા પડે એમ છે. એ વખતે ડોલર સામે રૂપિયો આટલો લબડી ગયેલો નહોતો તેના કારણે ક્રૂડ ઓઈલની પડતર કિંમત ઓછી હતી તેથી ભાવ ઓછા હતા. અત્યારે રૂપિયો સાવ તળિયે પહોંચી ગયો છે તેથી આપણે ક્રૂડ ઓઈલની ખરીદીમાં જ લાંબા થઈ જઈએ છીએ. ક્રૂડ માટે વધારે રૂપિયા ખર્ચવા પડે છે તેમાં પડતર કિંમત ઊંચી આવે છે તેથી ભાવ વધે છે. જા કે ભાજપ આ વાત કરી શકે તેમ નથી કેમ કે તેમાં પણ તેને જ બંબૂ લાગે. રૂપિયો લબડી ગયો છે તેના માટે પણ ભાજપ જ જવાબદાર ઠરે ને એ સંજાગોમાં નવી મોંકાણ મંડાય. ભાજપ માટે પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવો ઘાટ થાય. ભાજપના નેતા ભોટ હશે પણ એટલા ભોટ પણ નથી કે આવી વાત કરીને કાંગ્રેસને મોકળું મેદાન આપે એટલે નહીં બોલ્યામાં નવ ગુણ સમજીને એ બેસી રહ્યા છે.
કાંગ્રેસ અને ભાજપ વચ્ચેનું આ રાજકીય યુદ્ધ હમણાં ટાઢું પડવાનું નથી એ નક્કી છે કેમ કે પેટ્રોલ-ડીઝલના ભાવ હમણાં ઘટે એમ નથી. મોદી સરકાર એક્સાઈઝ ઘટાડવાનું નક્કી કરે તો પણ ઘટાડી ઘટાડીને બહુ બહુ તો બે-ચાર રૂપિયા ઘટાડે. તેનાથી વધારે ઘટાડો કરી શકાય એમ નથી ને બે-ચાર રૂપિયાના ઘટાડાથી લોકોને ધરવ થાય એમ નથી. એ ઘટાડા પછીય લોકો ગાળો દેવાનું તો ચાલુ રાખવાના જ છે. આ સંજાગોમાં ભાજપના નેતાઓનો જાડી ચામડીના થઈને ગાળો સાંભળ્યા વિના છૂટકો નથી ને કાંગ્રેસવાળા મોકો જવા દેવાના નથી તેથી આ મામલે જામેલી તો રહેવાની જ.
જા કે રાજકીય લડાઈને પણ બાજુએ મૂકીએ તો પણ આ મામલે ભાજપ સરકાર ધરાર નિષ્ફળ ગઈ છે એ કબૂલવું પડે. વધારે તકલીફ એ છે કે ભાજપવાળા આ વાત કબૂલતા નથી ને બચાવ કરવા ફાંફાં મારે છે, ભાજપને બચાવ કરવાનો પૂરો હક છે પણ એ માટે એ લોકો સાવ વાહિયાત વાતો કરે છે એ મોટો લોચો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પર સરકારનો અંકુશ નથી એવી વાત તેનો નાદાર નમૂનો છે. ચૂંટણી ટાણે મત લેવા માટે ભાજપે ગયા વરસે એક્સાઈઝ પણ ઘટાડેલી ને ગુજરાત સહિતનાં રાજ્યોમાં રાજ્ય સરકારે વેટ પણ ઘટાડેલો. અત્યારે પણ રાજસ્થાન સરકારે વેટ ઘટાડ્યો જ છે કેમ કે સામી ચૂંટણી છે. આ સંજાગોમાં અમારા હાથમાં કશું નથી એમ કહીને હાથ ખંખેરી નાંખો એ ના ચાલે. આ દેશનાં લોકો બોલે ભલે નહીં પણ આ વાત ના સમજે એટલા ભોટ નથી. ભાજપવાળા ગમે તે ગોળી ગળાવે ને લોકો એ ગળી લે એ દિવસો બહુ પહેલાં જ જતા રહ્યા છે. ભાજપના નેતાઓને આ વાત સમજાતી નથી ને એ લોકો પહેલાંની જેમ લોકોને ઉલ્લુ બનાવવા મથ્યા જ કરે છે.
બીજું એ પણ છે કે ભાજપને હાથનાં કર્યાં હૈયે વાગી રહ્યાં છે. ભાજપ સત્તામાં નહોતો ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવોના મામલે કાંગ્રેસની મેથી મારવાની એક તક છોડતો નહોતો. એ વખતે ભાજપના નેતાઓએ લોકોને આંબા-આંબલી બતાવ્યા ને ભાવ ઘટી જશે તેવાં ગાજર લટકાવ્યાં તેમાં હવે બેહાલ થઈ ગયા છે. મોદી ને બીજા નેતાઓ શું કહેતા હતા તેના વીડિયો ફરે જ છે તેથી એ વાત માંડવાની જરૂર નથી પણ ભાજપે બાબા રામદેવ જેવા પોતાના દલાલોને પણ છૂટા મૂકી દીધેલા. ચા કરતાં કીટલી ગરમ હોય એ હિસાબે એ બધા વળી ભાજપ કરતાં વધારે ફોર્મમાં હતા. મોદી સરકાર આવશે તો પેટ્રોલ ૩૫ રૂપિયે લિટર મળશે ને ડીઝલ તો ૩૦ રૂપિયે થઈ જશે એવી ઠોકાઠોક એ લોકો કરતા. ભાજપે રાજકીય ફાયદા માટે એ બધા ધંધા ના કર્યા હોત તો કમ સે કમ ભાજપ અત્યારે આવી શરમજનક Âસ્થતીમાં તો ના જ મુકાયો હોત.
ભાજપના નેતાઓમાં શરમનો છાંટો પણ હોય તો તેમણે આ મામલે લોકોની માફી માગવી જાઈએ કાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડીને સાબિત કરવું જાઈએ કે પોતે જે કંઈ બોલેલા એ બધું સાચું હતું. રાજકારણમાં વચનો આપવામાં ખોટું નથી પણ વચનો આપીને લોકોને બેવકૂફ બનાવો એ ખોટું છે, બલકે પાપ છે. ભાજપે એ પાપનું પ્રાયશ્રિ્‌ચત કરે, નહીંતર લોકો કરાવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY