પોલિયો પીવડાવવા ગયેલી ટીમ પર હુમલો થતા ૨નાં મોત

0
183

અફઘાનિસ્તાન,
તા.૧૮/૦૩/૨૦૧૮

અફવા છે કે પોલિયો પીવડાવવા આવતા ગ્રુપ મુસ્લમોનું ખસીકરણ કરવા ઇચ્છે છે

અફઘાનિસ્તાન બોર્ડર પર આવેલા પાકિસ્તાનના આદીવાસી વિસ્તારમાં આતંકવાદીઓએ પોલિયો પીવડાવવા ગયેલી ટીમ પર હુમલો કર્યો. આ હુમલામાં ૨ લોકોનાં મોત થયા છે. આતંકીઓએ ટીમના અન્ય ૩ સભ્યોનું અપહરણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને કરાંચીની એક સ્કૂલમાં એડમિનિસ્ટ્રેશન પોલિયો ટીમના સભ્યો પર હુમલો કર્યો હતો.

એજન્સીના જણાવ્યા અનુસાર, સફી તહસીલમાં પોલિયો પીવડાવવા ગયેલી ૭ સભ્યોની ટીમ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ ૨ સભ્યોની ગોળી મારીને હત્યા કરી દીધી જ્યારે ૩ નું અપહરણ કર્યુ. બે સભ્યો આતંકીઓના કબજામાંથી બચવામાં સફળ રહ્યા. આ લોકોએ ઘલાનઇમાં પોતાના હેડક્વાર્ટર પહોંચીને હુમલાની જાણકારી આપી.

આવું પ્રથમ વખત નથી જ્યારે પાકિસ્તાનમાં પોલિયો ટીમ પર હુમલો થયો છે. ગયા મહિને કરાચીમાં એક સ્કૂલમાં બાળકોને પોલિયો પીવડાવવા ગયેલી ટીમ પર સ્કૂલ એડમિનિસ્ટ્રેશને જ હુમલો કર્યો હતો. આ સિવાય તરાંચીમાં આતંકવાદીઓએ એક મહિલા કર્મચારી પર હુમલો કર્યો હતો.

કરાંચી, પેશાવર સહિત આખા દેશમાં જ પોલિયો ટીમ પર ઘણીવાર આવા હુમલાની ઘટના સામે આવતી રહી છે. પાકિસ્તાનમાં અનેક કટ્ટરપંથી સંગઠનોએ અફવા ફેલાવી છે કે, પોલિયો પીવડાવવા આવતા ગ્રુપ મુસ્લમોનું ખસીકરણ કરવા ઇચ્છે છે. આ લોકો પોલિયો કર્મચારીઓ પર જાસૂસી કરવાનો આરોપ લગાવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY