જો કે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો
પૂંછ,તા.૧૦
જમ્મુ-કશ્મીરના પૂંછમાં ફરી એક વખત પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાએ બોર્ડર પર પર ફાયરિંગ શરૂ કરતા ભારતીય સેનાના જવાનોએ તેમને વળતો જવાબ આપ્યો છે. પૂંછમાં છેલ્લા ૩ દિવસમાં પાકિસ્તાને કુલ સાતમી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જાકે દરેક વખતે તેને સેનાના જવાનોએ જડબાતોડ જવાબ પાઠવ્યો છે. બુધવારના રોજ પણ પાકિસ્તાને પૂંછના કરમારા સેક્ટરમાં ભારે ફાયરિંગ કર્યું. પાકિસ્તાના સેનાએ કરમારાના રહેણાંક વિસ્તારમાં મોર્ટાર મારો કરતા સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઇ છે.
ભારતની વિરૂદ્ધ પાકિસ્તાન નવા ષડયંત્રમાં લાગી ગયું છે. એક તરફ પાકિસ્તાન લાઇન ઓફ કંટ્રોલ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં છે તો બીજી તરફ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ સરહદ પર રહેલા સુરક્ષાદળોને નિશાન બનાવવા માટે બ્રિટનમાંથી ૬૦૦ જેટલી હળવી સ્નાઇપર રાઇફલ ખરીદી છે. આ હળવી સ્નાઇપર રાઇફલને ૬૦૦ એસએસજી અને મુજાહિદ્દીન બટાલિયનના શાર્પ શૂટરને ઉપલબ્ધ કરાવાઇ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




